આઇ ડોનેશન અભિયાનની અસર:આંખની કીકીની ખામીને કારણે 90% દ્રષ્ટિ ગુમાવનારી 6 વર્ષની બાળકીને ત્રણ મહિને આંખ ડોનેશનમાં મળી

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

કોરોનાને કારણે શહેરમાં આંખના ડોનેશનમાં 65 ટકા ઘટાડો આવ્યો છે. હાલ 25 દર્દીઓ આંખ મળે તેની રાહ જોઈ રહ્યા છે. ત્યારે રાષ્ટ્રીય અંધત્વ નિયંત્રણ અને દ્રષ્ટિ ખામી સમિિત પ્રેરિત નેત્રદાન જાગૃતિ પખવાડિયા મહોત્સવ સક્ષમ સુરત, લોકદ્રષ્ટિ ચક્ષુબેંક, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, રેડક્રોસ બ્લડ બેંક, કિરણ હોસ્પિટલ દ્વારા કોર્નિયલ અંધત્વ મુક્ત ભારત અભિયાનનું આયોજન કરાયું હતું. જેમાં ચાર ભાગમાં ટીમ બનાવી આ યાત્રા સમગ્ર ગુજરાતના ૩૩ જિલ્લા અને 75 તાલુકામાં પ્રચાર પ્રસાર માટે પહોંચી હતી. જેના સમાપન સમારોહમાં આંખ મેળવનાર વ્યક્તિના પરિવાર દ્વારા આંખ ડોનેશન કરનાર વ્યક્તિના પરિવારનું સન્માન કરાયું હતું. જેમાં મેયર હેમાલી બોઘાવાલા, લોકદ્રષ્ટી બેન્કના પ્રમુખ ડો. પ્રુફુલ શિરોયા, કિરણ હોસ્પિટલના ટ્રસ્ટી પદ્મશ્રી મથુર સવાણી, ડો. સંકેત શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

બાળકીને એક આંખની કિકિ મળી, બીજી મળવાની રાહ જોતો પરિવાર
ધૃતિ નામની 6 વર્ષની બાળકીને નાનપણથી જ બંને આંખની કિકિઓમાં પ્રોબલેમ હોવાથી 90 ટકા સુધી દ્રષ્ટિ ગુમાવી ચૂકી હતી. તેને રાતે જોવામાં ખુબ જ તકલીફ પડી રહી હતી. ત્યાર બાદ તેના ફેમિલીએ ડોક્ટર પાસે તપાસ કરાવતાં ડોક્ટરે બંને આંખની કિકિ બદલવા સલાહ આપી હતી. જો કે, પરિવારને કિકિ મળતી ન હતી. એટલા માટે 3 મહિના સુધી વેઈટિંગ કરવું પડ્યું હતું. હાલ એક આંખની કિકિ બદલાઈ ગઈ છે. બીજી આંખની કિકિ મળશે ત્યાર બાદ તેને બદલવામાં આવશે.

11 વર્ષે બંને કિકિ બદલતાં 100 ટકા દ્રષ્ટિ મળી
કુકરમુંડાની આલિયા શેખ (11)ને બંને કિકિમાં પ્રોબ્લેમ હોવાથી 20 ટકા દ્રષ્ટિ હતી. સુરતના ડોક્ટરે કહ્યું કે, આંખની કિકિ બદલવી પડશે. જે માટે 3 મહિના વેઈટિંગ કરવું પડ્યું હતું. હાલ તેમની બંને આંખની કિકિ બદલાઈ જતાં 100 ટકા દ્રષ્ટી પાછી આવી ગઈ છે.

મૃત્યુના 6 કલાકમાં આંખ ડોનેટ કરી શકાય છે
લોકદ્રષ્ટિ બેન્કના પ્રમુખ ડો.પ્રુફલ શિરોયાએ કહ્યું કે, ‘નવજાત બાળકથી માંડીને કોઈ પણ વ્યક્તિના મૃત્યુના 6 કલાક પછી આંખો ડોનેટ કરી શકાય છે. દક્ષિણ ગુજરાતમાં હાલ 35 લોકો આંખ માટે વેઈટિંગ કરી રહ્યા છે. ડોનરોએ આગળ આવવું જોઈએ.’

અન્ય સમાચારો પણ છે...