તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:પાર્લે પોઇન્ટ પર 54 વર્ષના આધેડે બે પોલીસકર્મી પર પાઇપથી હુમલો કર્યો

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કારથી રોંગસાઇડે આ‌વતા દંપતિ સાથે બોલાચાલી થઈ હતી
  • ONGCમાં કામ કરતાં આધેડ અને તેની પત્નીની ધરપકડ

પાર્લે પોઇન્ટ ખાતે ‘મારી કારને હાથ લગાડવાની તારી શું ઓકાત છે?’ કહી દંપતીએ ઉમરા પોલીસના ડી-સ્ટાફના બે પોલીસકર્મીઓને કારમાં રહેલા પાઇપથી માર મારતા ગુનો નોંધાયો છે. ઉમરા પોલીસે દંપતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 25મી જૂને ચેઇન સ્નેચિંગના બનાવને લઈ ઉમરા પોલીસના ડી સ્ટાફના બે પોલીસકર્મીઓ ખાનગી બાઇક પર પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. રસ્તામાં પાર્લે પોઇન્ટ સરગમ શોપિંગ સેન્ટર પાસે બપોરે એક કાર રોંગસાઇડ આવતી હતી. જેથી પોલીસકર્મીએ બાઇક ઊભી રાખી દેતા કાર ચાલકે કાર પોલીસકર્મી રણજીતભાઈના પગ સાથે અથડાવી દીધી હતી.

જેથી પોલીસકર્મીનું બેલેન્સ ખોરવાતા કાર ઉપર હાથ લાગી ગયો હતો. જેથી કારચાલકે પોલીસકર્મીને કહ્યું કે, ‘મારી કારને હાથ લગાડવાની તારી શું ઓકાત છે?’. ત્યારબાદ દંપતિએ કાર બહાર આવી પોલીસકર્મીઓ સાથે બોલાચાલી કરી હતી. ત્યારબાદ પતિ-પત્ની બંનેએ પાઇપથી પોલીસકર્મીઓ પર હુમલો કરી ત્યાંથી ભાગી ગયા હતા. કારના નંબરના આધારે ઉમરા પોલીસે જાતે ફરિયાદી બની મનીષ ધીરજલાલ ટેલર(54) અને તેની પત્ની પ્રીતિ મનીષ ટેલર(47)(બન્ને રહે, રાધેનગર સોસા, ઈચ્છાનાથ રોડ)સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.

મારું નામ મનીષ ટેલર છે, છોડીશ નહીં: આરોપી
આરોપી મનીષ ટેલરે કાર પીલીસકર્મીના પગ સાથે અથડાવતા તેનું બેલેન્સ બગડી ગયો હતો. જેથી પોલીસકર્મીએ કાર પર હાથ મુકી દીધો હતો. જેથી દંપતિએ કોન્સ્ટેબલ ભગવાન શામજીને ધક્કો મારી કહ્યું કે,‘મારી કારને હાથ લગાડવાની તારી શું ઓકાત છે?’ મારૂં નામ મનીષ ટેલર છે. તમને છોડીશ નહીં. તેની પત્ની કારમાંથી ઉતરી અપશબ્દો બોલી પોલીસકર્મીઓને માર મારવા લાગી હતી. પતિએ પણ જેકના પાઇપથી બન્ને પોલીસકર્મીઓને માર મારી ત્યાંથી ભાગી ગયો હતો. મનીષ ઓએનજીસી કંપનીમાં ટેક્નિશિયન છે.

અન્ય સમાચારો પણ છે...