તપાસ:વરાછામાં પ્રભુનગર પાસેથી 5 મહિનાનું ભ્રુણ મળી આવ્યું

સુરત20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાહદારીની નજર પડતાં પોલીસને જાણ કરી

વરાછા લંબેહનુમાન રોડ પ્રભુનગર પાસે 5 માસનું ભ્રુણ મળી આવ્યું હતું. કોઈક વ્યક્તિની નજર પડતા તેણે પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતા વરાછા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.

વરાછા લંબેહનુમાન રોડ જનતા નગર સોસાયટીની બાજુમાં પ્રભુનગર સોસાયટી પાસે સોસાયટીના રોડ પર બુધવારે મોડી રાત્રે કોઈક અજાણી વ્યક્તિ આશરે 5 મહિનાના મૃત ભ્રુણને ત્યજીનો જતો રહ્યો હતો. સોસાયટીના રહીશ મોડી રાત્રે પસાર થતી વખતે નજર પડતા વરાછા પોલીસને જાણ કરવામાં આવી હતી.

બનાવની જાણ થતા વરાછા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે સોસાયટીના પ્રમુખ દિનેશભાઈ દેસાઈની ફરિયાદના આધારે અજાણી મહિલા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...