દરખાસ્ત:સરોલી-વરિયાવ વચ્ચે 73 કરોડના ખર્ચે 4.58 કિમીનો CC રોડ બનશે

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આઉટર રિંગરોડ અંતર્ગત રસ્તો બનાવાશે
  • સ્ટેન્ડિંગમાં​​​​​​​ ટેન્ડરની મંજૂરી માટે દરખાસ્ત મુકાઈ

શહેરના રાંદેર વિસ્તારમાં સમાવિષ્ટ સરોલી બ્રિજથી વરીયાવ પ્રથમ ખાડી બ્રિજ સુધીના 90 મીટર પહોળાઇ અને 4.85 કિ.મી લંબાઇમાં આઉટર રીંગરોડને સીસી રોડ બનાવવા માટે અંદાજીત રકમ રૂા.63.82 કરોડથી 14.40 ટકા ઉંચું રૂા.73 કરોડનું લો-એસ્ટ ટેન્ડર મંજૂર કરવા માટે સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આગામી ગુરુવારે મળનારી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે.

સરોલી બ્રિજથી વરીયાવ ખાડી બ્રિજ સુધી આઉટર રિંગરોડને અર્બન રિંગરોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના પ્લાનિંગ પ્રમાણે પ્રથમ ફેઝમાં 42 મીટર રોડની પહોળાઇમાં ડેવલપ કરવાનું આયોજન છે. જેમાં 12 મીટર પહોળા સેન્ટ્રલ મીડીયનને ભવિષ્યમાં બીઆરટીએસ માટે રીઝર્વ રાખી તેની બંને બાજુ 11 મીટરના સીસી રોડ બનાવવામાં આવશે. તેમજ તેની સાથે રસ્તા પર સ્ટ્રીટ લાઇટ તેમજ સ્ટ્રોમ વોટર નેટવર્ક નાંખવાનું આયોજન છે. રહેણાંક તેમજ કોમર્શીયલ વિસ્તાર ડેવલપ થતા આ વિસ્તારમાં ભવિષ્યમાં ટ્રાફિકની સરળતા રહેશે અને આઉટર રીંગરોડની કનેક્ટીવીટી પૂર્ણ થશે.

નોંધનીય છે કે, આ માટે જરૂરી રસ્તાના કબજા મેળવવાની કામગીરી રાંદેર અને ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. અગાઉ આ રોડ બીટયુમીનસ રોડ તરીકે ડેવલપ કરવાના હતા. જો કે સ્થાયી સમિતિએ દરખાસ્ત દફતરે કરી સીસી રોડ બનાવવાનો નિર્ણય લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...