તડકેશ્વરથી શહેરમાં લિગ્નાઈટ (કોલસો) મંગાવતા મિલ માલિકોની મુશ્કેલીમાં વધારો થયો છે. કારણ કે, ટન દીઠ ટ્રાન્સપોર્ટેશન ચાર્જમાં 42 ટકાનો વધારો કરી દેવાયો છે. ટેક્સટાઈલ પ્રોસેસર્સ એસોસિએશને સરકારને પત્ર લખીને રજૂઆત કરી છે. દિવાળી બાદ શહેરની 75 ટકા પ્રોસેસિંગ મિલો 70 ટકા કેપિસીટી સાથે શરૂ થઈ છે ત્યાં નવી મુશ્કેલી આવી છે. શહેરમાં તડકેશ્વર, ઝગડિયા, રાજપારડી, રાજપીપળાથી લિગ્નાઈટ આવે છે. જેમાં ટન દીઠ 470 રૂપિયા ટ્રાન્સપોર્ટેશન ચાર્જ હતો જે 665 થઈ ગયો છે.
મિલો 70% ક્ષમતા સાથે શરૂ થઈ ત્યાં નવી મુશ્કેલી
સાઉત ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસર્સ એસોસિએશનના પ્રમુખ જીતેન્દ્ર વખારિયા કહે છે કે, ‘લિગ્નાઈટ ટ્રાન્સપોર્ટેશનના મન ફાવે તેમ ભાવ વધારો કરી દેવાયો છે. 70% ક્ષમતા સાથે શરૂ થયેલી મિલોની હાલત ખરાબ છે ત્યારે આ ભાવવદારો કમરતોડ ગણાશે. જેને લઈને જીઆઈડીસીમાં પણ રજૂઆત કરવામાં આવશે.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.