• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • A 41 year old Man Died After Diarrhea vomiting In Pandesara, Surat, And The Health System Went Into Overdrive, A Survey Was Conducted.

રોગચાળો વકર્યો:સુરતના પાંડેસરામાં ઝાડા-ઊલટી બાદ 41 વર્ષિય યુવકનું મોત થતા આરોગ્ય તંત્ર દોડતું થયું, સર્વે હાથ ધરાયો

સુરત9 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃતક યુવક અને તેના પરિવારજનો. - Divya Bhaskar
મૃતક યુવક અને તેના પરિવારજનો.
  • સિવિલ હોસ્પિટલમાં યુવકનુ સારવાર દરમિયાન મોત થયું

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં ઝાડા-ઊલટીથી 41 વર્ષે યુવકનું મોત નિપજતાં સુરત મહાનગરપાલિકા તંત્ર દોડતું થયું છે. યુવકને અચાનક ઝાડા-ઊલટી થતા તેને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે તપાસ કરતા તેને મૃત જાહેર કર્યો હતો.

સિવિલમાં સારવાર દરમિયાન
પાંડેસરા વિસ્તારમાં આવેલ રાધેશ્યામ નગરમાં રહેતા અને મૂળ ઓડિશાનો વતની 35 વર્ષીય અંતરયામી ડાકુઆ લુમ્સ ખાતામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેઓની અચાનક તબિયત લથડતા તેઓને એક બાદ એક ઝાડા-ઊલટી થવા લાગી હતી. તેઓ નજીકના દવાખાને જઈ સારવાર મેળવી હતી પરંતુ તબિયત વધુ ગંભીર થતા તાત્કાલિક સારવાર નવી સિવિલ હોસ્પિટલ ખાતે પરિવારજનો લઈ ગયા હતા. જ્યાં તબીબોએ તેની તપાસ કરી મૃત ઘોષિત કર્યો હતો.

તબીબોએ મૃત જાહેર કર્યો
સગા સંબધીઓએ તબીબોને જણાવ્યું હતું કે અંતરયામીને શુક્રવારે ત્રણેક વાગ્યાના અરસામાં અચાનક ઝાડા-ઊલટી શરૂ થઈ ગઈ હતી. જેને પગલે તેને સારવાર માટે નજીક બાદ હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં ડોક્ટરે તેને દવા આપી બોટલ ચડાવી હતી. પરંતુ ત્યારબાદ પણ તેને અસર નહીં થતા વધુ તબિયત લથડતા તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા. ઘટનાની જાણ સુરત મહાનગરપાલિકા તંત્રને થતા તાત્કાલિક ઘટનાની સ્થળે આવી હતી અને પરિજનોને પ્રચારક હાથ ધરી હતી ડોક્ટરે તેઓને તપાસ કરતા મૃત જાહેર કર્યો હતો.

પાલિકાએ કામગીરી હાથ ધરી
રિકિત પટેલ (આરોગ્ય અધિકારી) એ જણાવ્યું હતું કે, હાલ વરસાદ બાદ રોગચાળો વકર્યો છે. પાલિકાને આ બાબતની જાણ થતા સર્વે સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે જરૂરી લાગે તે પગલાં પણ પાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યા છે અને રોગચાળો ન વકરે તે બાબતે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...