તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • A 4 year old Boy In Surat Wears An Oxygen Mask To Explain The Importance Of Trees And Gives A Message To The People On The Road

જનજાગૃતિ:સુરતમાં 4 વર્ષના બાળકે વૃક્ષોનું મહત્વ સમજાવવા માટે ઓક્સિજન માસ્ક પહેરીને લોકોને રસ્તા પર સંદેશો આપ્યો

સુરત4 મહિનો પહેલા
બાળકે કોરોનામાં ઓક્સિજન આપતા વૃક્ષોનું મહત્વ દર્શાવવા પ્રયાસ કર્યો હતો.
  • 4 વર્ષના દિયાંશે પ્લેકાર્ડ સાથે લોકોને ઘરમાં રહેવાનો સંદેશો આપ્યો

આખુ વિશ્વ જયારે કોરોનાની મહામારીના ભરડામાં સપડાયું છે ત્યારે આ મહામારીનો ભોગ વૃદ્ધો, યુવાનો અને બાળકો સૌ કોઈ બની રહ્યા છે તેવા સમયે લોકોને બચવા માટેનો છેલ્લો આધાર જયારે ઓક્સિજન રહેલ છે. તેવા સમયે સુરતના ફક્ત 4 વર્ષના દિયાંશ દૂધવાલા નામના બાળકે જીત ફાઉન્ડેશન ઇન્ડિયા નામની સેવાભાવી સંસ્થાના સહયોગથી પારદર્શિત કન્ટેનરમાં એક છોડ રોપી તે છોડમાંથી જે ઓક્સીજન ઉત્પન થાય છે અને તે ઓક્સિજનને ઓક્સિજન માસ્ક દ્વારા સીધે સીધો શ્વાસ દ્વારા શરીરમાં લઇ શકાય તેવો મેસેજ આપતું એક ઉપકરણ સાથે રસ્તા પર ઉતરી લોકોને સંદેશો આપવા પ્રયાસ કર્યો હતો.

પરિવારના સભ્યો સાથે બાળકે સુંદર સંદેશો આપ્યો હતો.
પરિવારના સભ્યો સાથે બાળકે સુંદર સંદેશો આપ્યો હતો.

કોરોનાથી બચવાનો સંદેશ આપ્યો
બાળકે આ ઉપકરણને પહેરીને આ બાળક છેલ્લા થોડાક દિવસથી સુરતના અલગ અલગ ટ્રાફિક પોઈન્ટ અને અલગ અલગ સ્થળોએ રોજ એકાદ બે કલાક જેટલો સમય ઉભો રહીને લોકોને વૃક્ષોનું જતન કરીશું, તો જ આપણને શુદ્ધ ઓક્સિજન મળશે તેવો સંદેશ આપી રહ્યો છે. આ ઉપરાંત હાથમાં પ્લે કાર્ડ રાખીને લોકોને કોરોનાથી બચવા માટેના અલગ અલગ મેસેજ પણ આપી રહ્યો છે.

કોરોનાથી બચવા લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરાઈ હતી.
કોરોનાથી બચવા લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરાઈ હતી.

વૃક્ષ બચાવવા માટે જાગૃતિ ફેલાવી
દિયાંશ કહે છે કે, વૃક્ષોની આ ધરતી પર કેટલી તાતિ જરૂરિયાત છે અને વૃક્ષો છે તો જ ઓક્સિજન છે. જો લોકો હવેથી વૃક્ષોની સાવચેતી નહિ રાખે અને વૃક્ષોનું જતન નહી કરે તો એ દિવસો પણ દૂર નથી કે, બાળકોના ખભા પર સ્કૂલ બેગની જગ્યાએ ઓક્સીજન માટે આવા ઉપકરણો લઈને ફરવું પડશે.