લોકાર્પણ:ગર્ભસ્થ શિશુના નિદાન માટે 4-D મશીનનું લોકાર્પણ થયું

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિશ્વની સૌથી આધુનિક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેકનોલોજી હવે સિવિલમાં

માતાના ગર્ભમાં રહેલા શિશુના નિદાન અને સારવારમાં ઉપયોગી એવા ન્યુવા આઈ-9 કંપનીના વિશ્વના સૌથી આધુનિક આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ 4-D ટેકનોલોજીયુકત મશીનનું સુરત સિવિલ હોસ્પિટલના ફિટલ મેડિસીન વિભાગમાં સાંસદ સી. આર. પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અંદાજીત 60 લાખ રૂપિયાની કિંમતનું આ મશીન ગર્ભસ્થ શિશુના નિદાન સારવારમાં આશીર્વાદરૂપ બનશે. નવી સિવિલ હોસ્પિટલમાં ફિટલ મેડિસીન વિભાગ વર્ષ 2018થી કાર્યરત છે. આ વિભાગની મદદથી માતા અને બાળકના મૃત્યૃદરમાં ઘટાડો થયો છે.

ગર્ભસ્થ શિશુના સમયસર નિદાન અને સારવારથી ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને ખૂબ મોટી રાહત થઈ છે. આ ઉપરાંત વિવિધ પ્રક્રિયાઓમાં ગર્ભમાં બ્લડ ટ્રાન્સફયુઝન, ખોડ ખાંપણની સારવાર, સિકલસેલ, જીનેટીક કાઉન્સેલિંગ તેમજ બાળક ખોડખાંપણ વાળુ ન જન્મે તે માટે જનજાગૃતિ અને કાઉન્સેલિંગની કામગીરી આ વિભાગ દ્વારા કરવામાં આવે છે. હવે આ વિભાગને ન્યુવા આઈ-9 કંપનીનું વિશ્વનું આધુનિક આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ 4-ડી ટેકોનોલોજી વાળુ મશીન મળતા ગર્ભમાં રહેલા શિશુની સારવાર સમય પર થઈ શકશે.

અન્ય સમાચારો પણ છે...