• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • A 32 year old Man Flew A Kite In The Hand Of A 14 year old Boy, Said Kite With The Hand He Lost In Electrocution And Received In A Transplant.

ટ્રાન્સપ્લાન્ટ થયેલા હાથે પેચ લડાવ્યો:સુરતમાં 14 વર્ષના તરૂણના હાથે 32 વર્ષીય યુવકે પતંગ ઉડાવી, કહ્યું- કરંટથી ગુમાવ્યા ને ટ્રાન્સપ્લાન્ટમાં મળેલા હાથથી પતંગ ઉડાવતા ખુશી

સુરતએક મહિનો પહેલા

પુણેમાં રહેતા પ્રકાશ સેલર આજે સુરતમાં ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા આયોજિત કરાયેલા ફેસ્ટિવલમાં હાજર રહ્યા હતા. 2021માં દેશમાં સૌથી નાની વય 14 વર્ષીય તરૂણના હાથ ટ્રાન્સપ્લાન્ટનો પહેલો કિસ્સો સુરતમાં બન્યો હતો. જે હાથ પ્રકાશ સેલરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા. આજે આ જ ટ્રાન્સપ્લાન્ટ કરાયેલા હાથથી પહેલીવાર પતંગ ઉડાવી હતી. પ્રકાશ સેવરે જણાવ્યું હતું કે, જે હાથ કરંટથી ગુમાવ્યા તે હાથ ટ્રાન્સપ્લાન્ટમાં મળ્યાને આજે પતંગ ઉડાવી આનંદ અનુભવુ છું.

કરંડ લાગતા બંને હાથ ગુમાવ્યા હતા
પ્રકાશ સેલર પુણે ખાતે કંપનીમાં અકાઉન્ટન્ટનું કામ કરતા હતા. વર્ષ 2019માં તેમને કરંટ લાગ્યો હતો. જેના કારણે તેમના બંને હાથ ગુમાવ્યા હતા. તે સારવાર લેવા માટે મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં જતા હતા ત્યાં તેમણે હાથ ટ્રાન્સપ્લાન્ટ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. હાથ ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત હોવાને કારણે તેમને જે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું તે માટે તેમને સુરતથી હાથ મળે તેમ હતું. ડોનેટ લાઈફ દ્વારા જે બાળક બ્રાન્ડેડ થયું હતું તેના બંને હાથ પ્રકાશ સેલરને મળ્યા છે.

કરંટ લાગતા પ્રકાશે બંને હાથ ગુમાવ્યા હતા.
કરંટ લાગતા પ્રકાશે બંને હાથ ગુમાવ્યા હતા.

દેશમાં સૌથી નાની વયના બાળકનું હાથ ટ્રાન્સપ્લાન્ટનો પહેલો કિસ્સો
દેશમાં અલગ અલગ જગ્યા ઉપર હાથ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે કોચી ખાતે પ્રથમ વખત હાથ ટ્રાન્સપ્લાન્ટ થયો હતો. ત્યારબાદ દેશભરમાં 18થી 20 એવા કિસ્સાઓ હતા કે જેમાં સફળ હાથ ટ્રાન્સપ્લાન્ટ થયું હતું. સુરતમાં રહેતા ધાર્મિક કાકડિયા 14 વર્ષનો હતો. તેની બંને કિડનીઓ ફેલ થઈ ગઈ હતી. જેનો ડાયાલિસિસ કિરણ હોસ્પિટલમાં કરવામાં આવતું હતું. ધાર્મિક કાકડિયાએ કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું તેને પણ કિડની મળી ગઈ હતી પરંતુ જે દિવસે તેને ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હતું તે જ દિવસે તે બ્રાન્ડેડ થઈ ગયો હતો. જેના કારણે તેને કિડની આપી શકાય તેમ ન હતી પરંતુ બીજી તરફ તેના હાથ ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય તેને માટે બ્રાન્ડેડ ધાર્મિક કાકડીયાના પરિવારને સમજાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેના હાથ પ્રકાશ સેલરને મળે તેવું આયોજન થયું હતું. સમગ્ર દેશનો આ પહેલો કિસ્સો હતો કે 14 વર્ષના ધાર્મિક કાકડિયાના હાથ અન્ય કોઈને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યો હોય. નાની વયના તરૂણનો હાથ ટ્રાન્સપ્લાન્ટ થવાનો આ પહેલો કિસ્સો હતો.

સુરતથી દાનમાં મળેલા હાથ બાદ ટ્રાન્સપ્લાન્ટથી બેને નવજીવન મળ્યું છે.
સુરતથી દાનમાં મળેલા હાથ બાદ ટ્રાન્સપ્લાન્ટથી બેને નવજીવન મળ્યું છે.

મને ધીરે ધીરે કામમાં સરળતા થઈ રહી છે: પ્રકાશ સેલર
પ્રકાશ સેલરે જણાવ્યું કે આજે હું જે હાથને ગુમાવ્યા હતા તે જ હાથ વડે પતંગ ચગાવીને આનંદ અનુભવી રહ્યો છું. સુરતના ડોનેટ લાઈફની ટીમ અને મુંબઈના ગ્લોબલ હોસ્પિટલના ડોક્ટરોના સંકલનને કારણે આજે હું પતંગ ચગાવવાનો આનંદ લઈ રહ્યો છું. કરંટ લાગતા હાથ ગુમાવ્યા બાદ મને એવું હતું કે હવે હું ક્યારેય જીવનમાં હાથ વડે કોઈ કાર્ય કરી શકીશ નહીં. કારણકે મેં મારા હાથ ગુમાવ્યા હતા. પરંતુ ઈશ્વરની કૃપા થઈ અને ઓર્ગન ડોનેટ કરવા માટેની જે જનજાગૃતિ આવી છે. તેને કારણે ડોનેટ લાઈફ દ્વારા જે પરિવારને સમજ આપવામાં આવી અને તેમણે પોતાના બાળકનો હાથ ટ્રાન્સપ્લાન્ટ માટે ડોનેટ કરવાનો વિચાર્યું તેને થકી આજે હું ફરી એક વખત નવી આશા સાથે જીવન જીવવાની શરૂઆત કરી દીધી છે.

પ્રકાશ સેલરે કાઈટ ફેલ્ટિવલમાં ભાગ લીધો.
પ્રકાશ સેલરે કાઈટ ફેલ્ટિવલમાં ભાગ લીધો.

હાથથી હવે સ્વાવલંબન સાથે જીવવા માંગુ છું
હાલ સંપૂર્ણ કામ હું કરી શકતો નથી પરંતુ ડોક્ટરોના માર્ગદર્શનમાં જે મને દવાઓ આપવામાં આવી છે અને મને જે સલાહ સૂચન આપવામાં આવ્યું છે. તે મુજબ હું પ્રયાસ કરી રહ્યો છું. અત્યારે જે હું કામ કરી શકું છું તેના કરતાં પણ સારી રીતે કામ હું આવનારા એક બે વર્ષમાં કરી શકીશ. ઓર્ગન ડોનેટ સંસ્થા ડોનેટ લાઇફે એમની ભૂમિકા પૂર્ણ કરી ડોક્ટરોએ પણ એમનું યોગદાન હતું તે પૂર્ણ કર્યું છે. હવે મારી જવાબદારી છે કે હું ઈચ્છા શક્તિ દ્રઢ રાખીને આગળ વધુ અને આજે હાથ મને મળ્યા છે તેનો મહતમ ઉપયોગ કરીને હું મારું અત્યાર સુધીનું જે પરાવલંબી જીવન હતું તેને ફરી એક વખત સ્વાવલંબન સાથે જીવવા માંગુ છું.

ઓર્ગન ડોનેશન અંગે જાગૃતિ માટે કાઈટ ફેસ્ટિવલ યોજાયો.
ઓર્ગન ડોનેશન અંગે જાગૃતિ માટે કાઈટ ફેસ્ટિવલ યોજાયો.

હાથ દાન કરવા ડોનરને સમજાવો મુશ્કેલ: નિલેશ માંડલેવાલા
ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાએ જણાવ્યું કે અમે વર્ષોથી ઓર્ગન ડોનેટ માટે કામ કરીએ છીએ પરંતુ હાથ ડોનેટ કરવા માટે કોઈને સમજાવવું ખૂબ જ મુશ્કેલ હોય છે. કારણ કે અત્યાર સુધી આપણે હાર્ટ, કીડની, લીવર વગેરે જે ઓર્ગન ડોનેટ કરાવવા માટે લોકોને સમજાવ્યું છે. તે ઇન્ટર્નલ ઓર્ગન હોવાને કારણે લોકો આપવા તૈયાર થઈ જાય છે પરંતુ હાથ એ શરીરનો બાહ્ય અંગ છે. અને તેના કારણે બાહ્ય અંગને ઝડપથી ડોનેટ કરવા માટે કોઈ તૈયાર થતું નથી. કારણ કે તેની પાછળના માનસિક અનેક કારણો જવાબદાર છે છતાં પણ ધાર્મિક કાકડીયાના પરિવારને સમજાવ્યા બાદ તેમણે ખૂબ લાગણી વ્યક્ત કરતા પોતાના બાળકનો હાથ ડોનેટ કરવા માટે તૈયાર થયા હતા. હાથ ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે અમે પણ ત્રણથી ચાર વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ લોકોની જે જરૂરિયાત હતી કે અકસ્માતમાં ઘણા લોકો પોતાનો હાથ ગુમાવી દેતા હોય છે. તેમને આ હાથ મળવા જરૂરી છે અને તેના માટે અમે માનસિક રીતે પોતે પણ તૈયાર થયા અને ડોનરોને પણ તૈયાર કર્યા છે ને એમાં આવ્યા અમને સફળતા મળવાની શરૂ થઈ છે.

ઓર્ગન ડોનેશનને લઈને જનજાગૃતિ માટે પ્રયાસ
સુરત શહેર ઔદ્યોગિક શહેર છે. સુરતના લોકો માટે કહેવા છે કે જેટલું તેઓ વેપાર રોજ ઉદ્યોગ કરીને કમાણી કરે છે એટલી જ તેઓ સેવા ભાવથી સેવાકીય કાર્યમાં પણ જોડાયેલા રહે છે. રાજ્ય અને દેશભરમાં ઓર્ગન ડોનેટ માટે ડોનેટ લાઇફ નામ આજે સૌને માટે પરિચિત થઈ ગયું છે. સુરત શહેરમાં ડોનેટ લાઇફની શરૂઆત થઈ હતી. જેમાં બ્રાન્ડેડ દર્દીઓના ઓર્ગનનો બીજા જરૂરિયાતમંદ દર્દીઓને આપવા માટેનો હેતુ સાથે શરૂ કરવામાં આવી હતી. ધીરે ધીરે ઓર્ગન ડોનેટને લઈને સુરત શહેર દ્વારા સુરતમા ખૂબ મોટું કામ શરૂ થઈ ગયું છે. વધુમાં વધુ લોકો ઓર્ગન ડોનેટ કરે તેના માટે ડોનેટ લાઈફ દ્વારા કાઈટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાઈટ ફેસ્ટિવલમાં યંગસ્ટર્સે ભાગ લીધો.
કાઈટ ફેસ્ટિવલમાં યંગસ્ટર્સે ભાગ લીધો.

લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે કાઈટ ફેસ્ટિવલ
ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલા દ્વારા કાઈટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પતંગ રસિયાઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સુરત શહેરના ધારાસભ્ય અને અગ્રણીઓ પણ કાર્યક્રમમાં પોતાની હાજરી નોંધાવી હતી. ઓર્ગન ડોનેશનને લઈને કાઈટ ફેસ્ટિવલમાં જે પતંગ ઉડાડવામાં આવે છે તેના ઉપર અલગ અલગ સૂત્રો લખેલા હોય છે જેને લઈને ઓર્ગન ડોનેશન માટે જાગૃતિ આવે. પતંગ રસિયાઓ પોતાનો પતંગ ઉડાડવાનો શોખ પણ પૂરો કરે છે અને સાથે સાથે ઓર્ગન ડેનિસનને લઈને શહેરભરમાં જન જાગૃતિનો કાર્યક્રમ પણ થાય છે.

સુરત શહેરથી શરૂ થયેલું કામ આજે દેશભર અને વિશ્વમાં આગળ વધ્યું
ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાએ જણાવ્યું કે ઉતરાયણનો તહેવાર સુરત શહેરમાં ખૂબ જ ઉત્સાહભેર મનાવતા હોય છે. પતંગ ઉત્સવને સામાજિક જનજાગૃતિ ફેલાવવા માટેના માધ્યમ તરીકે અમે મનાવ્યો છે. ઘણા વર્ષોથી ડોનેટ લાઈફ દ્વારા કાઈટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. તમામ પતંગો ઉપર ઓર્ગન ડોનેશન માટે જનજાગૃતિ આવે તેવા સૂત્રો લખવામાં આવતા હોય છે જે પતંગના માધ્યમથી ઘર ઘર સુધી પહોંચે છે. દર વખતે ખૂબ જ ઉત્સાહભેર અહીં કાઈટ ફેસ્ટિવલમાં યંગસ્ટર આવતા હોય છે. પરિણામે ડોનેટ લાઈફનો જે ધ્યેય છે કે દરેક વ્યક્તિ ઓર્ગન ડોનેશન કરવા તરફ આગળ આવે તે દિશામાં અમે આગળ વધી શકીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...