તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇન્ફ્રા:3 કરોડના ખર્ચે લાલદરવાજા ખાતે 27 લાખ લિટરની ટાંકી બનાવાશે

સુરત10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોટ વિસ્તારમાં ઓછા પ્રેશરથી પાણીની સમસ્યાનો ઉકેલ આવશે

કોટ વિસ્તારમાં લાલદરવાજા, મહિધરપુરા, મુગ્લીસરા સહિતના વિસ્તારમાં ઓછા પ્રેશરથી પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે સુરત મનપા રૂા.3.44 કરોડના ખર્ચે 27 લાખ લીટર ક્ષમતાની ઓવરહેડ ટાંકી બનાવશે. ટી.પી સ્કીમ નં 1 (લાલદરવાજા), ફાઇનલ પ્લોટ નં 33 ગાર્ડનના રિઝર્વેશનવાળી જગ્યામાં ઓવરહેડ ટાંકી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વર્ણિમ જંયતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં રીહેબીલીટેશનની કામગીરી અંતર્ગત ઓવરહેડ ટાંકી બનશે. 27 લાખ લીટર ક્ષમતાની 24 મીટર હાઇટવાળી ઓવરહેડ ટાંકી પાછળ રૂા.3.44 કરોડના ખર્ચનો અંદાજ છે.

લાજપોર જેલમાં મીની આંગણવાડી શરૂ થશે લાજપોર જેલમાં મહિલા કેદીઓના બાળકો અને સ્ટાફના બાળકો માટે મીની જેલ આંગણવાડી કેન્દ્ર શરૂ કરાશે. જેમાં મહિલા કેદી સાથેના બાળકો, સ્ટાફના બાળકો, સર્ગભા, ધાત્રી માતા, કિશોરીને આઇ.સી.ડી.એસની સેવાઓનો લાભ મળશે.

અન્ય સમાચારો પણ છે...