તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:ડિંડોલીમાં સાપ કરડતા 25વર્ષીય યુવકનું મોત

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ડિંડોલી ગામની નહેર પાસેના એક ખેતરમાં 25 વર્ષીય યુવકને સાપે ડંખ માર્યો હતો. જેના સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આ‌વ્યો હતો. 10 દિવસની સારવાર દરમિયાન યુવકનું હોસ્પિટલમાં જ મોત નીપજ્યું હતું. નવી સિવિલ હોસ્પિટલથી મળતી માહિતી મુજબ ડિંડોલી ગામની નહેર પાસે ખેતરમાં રહેતા મોહન બુધાભાઈ ગોહિકર ગત 17મી નવેમ્બરે ખેતરમાં હતો. તે સમયે સાપે તેને ડંખ માર્યો હતો. સાપના ડંખને લીધે અસહ્ય પીડા થતા મોહન ગોહિકરને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો.જ્યાં એની સારવાર ચાલી રહી હતી. છેલ્લાં દસ દિવસની સારવારના અંતે ગુરુવારના દિવસે કમનસીબે મોહનનું મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...