નિર્ણય:કેમિકલના ભાવ 25% વધતાં પ્રોસેસિંગના ચાર્જ નહીં ઘટે

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈન્ટરનેશનલ માર્કેટમાં કોલસાના ભાવ ઘટ્યા
  • ​​​​​​​ભાવ વધારા બાબતે આવતા અઠવાડિયે નિર્ણય

ઈન્ટરનેશનલ માર્કેટમાં કોલસાના ભાવમાં ઘટાડો થયો છે પરંતુ બીજી તરફ 200 જેટલા કલર-કેમિકલના ભાવમાં 8થી 25 ટકા સુધીનો વધારો થતાં પ્રોસેસિંગના ચાર્જમાં ઘટાડો થશે નહીં. પરંતુ ભાવ વધારો કરવો કે નહીં તે બાબતે સાઉથ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસિંગ એસોસિએશન આવતા અઠવાડિયે મિટિંગ કરીને નક્કી કરશે.

કાપડ પર પ્રોસેસિંગ કરતી શહેરમાં 350 મીલોમાં 90 ટકા મિલો 60 ટકાથી વધારે કેપિસીટી સાથે શરૂ થઈ ગઈ છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં કોલસાના ભાવમાં 15થી 20 ડોલર સુઘીનો ઘટાડો નોંધાયો છે, પરંતુ બીજી તરફ કેમિકલના ભાવમાં 8થી લઈને 25 ટકા સુધીનો વધારો થયો છે. જેને લઈને પ્રોસેસર્સની મુશ્કેલી વધતી જાય છે. કોલસો ઓર્ડરના દોઢ મહિના સુધીમાં સુરત આવે છે. માટે હાલ પ્રોસેસિંગ ચાર્જમાં ઘટાડો થવાની કોઈ સંભાવના નથી.

પ્રોસેસિંગ ચાર્જ ઘટવાની સંભાવના ઓછી છે
સાઉથ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસર્સ એસોસિએશનના પ્રમુખ જીતેન્દ્ર વખારિયા કહે છે કે, ઈન્ટરનેશનલ માર્કેટમાં કોલસાના ભાવમાં વધારો થયો છે પરંતુ કેમિકલ અને કલરના ભાવમાં વધારો થતાં પ્રોસેસિંગ ચાર્જમાં ઘટાડો થવાની સંભાવના ઓછી છે, પરંતુ ભાવ વધારો કરવો કે નહીં તે બાબતે આવતા અઠવાડિયે નિર્ણય લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...