તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાતનો પ્રયાસ:સુરતમાં કેબલ બ્રિજ પરથી 24 વર્ષીય યુવાન નદીમાં કૂદી પડ્યો, ફાયર વિભાગની શોધખોળ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાપી નદીમાં કૂદી પડેલા યુવાનની શોધખોળ ફાયર વિભાગ દ્વારા ચાલી રહી છે - Divya Bhaskar
તાપી નદીમાં કૂદી પડેલા યુવાનની શોધખોળ ફાયર વિભાગ દ્વારા ચાલી રહી છે
  • ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી યુવાનની શોધખોળ આદરી
  • ઘરે પરિવાર દ્વારા યુવાનને ઠપકો આપાતા યુવાનને માઠું લાગ્યું હતું

શહેરના અડાજણ વિસ્તારમાં આવેલા કેબલ બ્રિજ પરથી એક 24 વર્ષીય યુવાને તાપી નદીમાં કૂદી પડ્યો હતો. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી છે અને યુવાનની શોધખોળ હાથ ધરી છે.

તાપી નદીમાં યુવાનની શોધખોળ
અડાજણ વિસ્તારમાં 24 વર્ષીય અજય નામનો યુવાન પરિવાર સાથે રહે છે. આજે ઘરે પરિવાર દ્વારા યુવાને ઠપકો આપાતા યુવાનને માઠું લાગ્યું હતું. જેથી અડાજણ વિસ્તારમાં જ આવેલા કેબલ બ્રિજ પર પહોંચ્યો હતો અને તાપી નદીમાં કૂદી પડ્યો હતો. બ્રિજ પરથી પસાર થતા લોકોએ ફાયર વિભાગને જાણ કરી હતી. જેથી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. હાલ તાપી નદીમાં યુવાનની શોધખોળ ચાલી રહી છે.