દિક્ષાનગરી સુરત:ગ્લેમર વર્લ્ડમાં રસ ધરાવતી ફેશન ઇન્સ્ટિટ્યૂટની 24 વર્ષીય વિદ્યાર્થિની દીક્ષા ગ્રહણ કરી સંયમના માર્ગે પ્રયાણ કરશે, દીક્ષા મુહૂર્તગ્રહણ કરાયું

સુરત9 મહિનો પહેલા
  • કૉપી લિંક
24 વર્ષીય યુવતી મોહમાયા છોડીને સંયમનો માર્ગ અપનાવશે. - Divya Bhaskar
24 વર્ષીય યુવતી મોહમાયા છોડીને સંયમનો માર્ગ અપનાવશે.
  • ફેશન ઇન્સ્ટિટ્યૂટની વિદ્યાર્થી પાલનપુર વિસ્તારની પૂજા મહેતા દીક્ષા લેશે
  • પૂનમ મહેતા આગામી મે મહિનામાં દીક્ષા લઈ સંયમના માર્ગે પ્રયાણ કરશે

દિક્ષાનગરી તરીકે ઓળખાતા સુરતમાં અનેક યુવાઓએ દીક્ષા લીધી છે. ત્યારે વધુ એક ગ્રેજ્યુએટ યુવતી આવનાર દિવસોમાં દીક્ષા લેશે. ફેશન ઇન્સ્ટિટયૂટમાં ભણતી માત્ર 24 વર્ષની યુવતી આગામી મે મહિનામાં દીક્ષા લઈ સંયમના માર્ગે પ્રયાણ કરશે. આચાર્ય રત્નચંદ્રસૂરી મહારાજે દીક્ષા મુહૂર્ત આપ્યું હતું.

સંસારની મોહમાયાનો ત્યાગ કરી વૈરાગ્ય ધારણ કરશે
શહેરના પાલનપુર વિસ્તારમાં પૂજા મહેતા પરિવાર સાથે રહે છે અને નજીકમાં આવેલા ગ્લેમર વર્લ્ડમાં રસ ધરાવતી હોવાથી હાલ ફેશન ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરી રહી છે. સુરત પાલ ગુરૂ રામપાવનભૂમિ ખાતે ગતચ્છાધિપતિ આચાર્ય ભગવંત વિજ્ય અભય દેવસુરીશ્વરજી મહારાજ સાહેબ તથા પૂજ્ય આચાર્ય, વિજય રત્નચંદ્ર સુરીશ્વરજીની નિશ્રામાં દિક્ષાનું મુહૂર્તગ્રહણ કરાયું હતું. પૂજા આગામી 15 મે, 2020ના રોજ દીક્ષા ગ્રહણ કરશે. સંસારની મોહમાયાનો ત્યાગ કરી વૈરાગ્ય ધારણ કરશે અને જૈન સાધ્વી બનશે.

આગામી 15 મેના રોજ દીક્ષા ગ્રહણ કરી સંયમના માર્ગે પ્રયાણ કરશે.
આગામી 15 મેના રોજ દીક્ષા ગ્રહણ કરી સંયમના માર્ગે પ્રયાણ કરશે.

મોટી બહેને સાત વર્ષ પહેલાં દીક્ષા ધારણ કરી છે
દીક્ષા સ્વીકારવાની ભાવના કેળવનારા પૂજાએ ગ્રેજ્યુએશન કર્યું છે અને ગ્લેમરસ ક્ષેત્રે રસ પણ ધરાવતી હોવાથી હાલ ફેશન ઇન્સ્ટિટ્યૂટની વિદ્યાર્થી છે. જોકે હવે મોહમાયા છોડીને સંયમનો માર્ગ અપનાવશે. છેલ્લા એક વર્ષથી તે દીક્ષાની યોગ્યતા કેળવવા માટે મહારાજ સાહેબ પાસે રહી હતી. પૂજાના પિતા ટ્રાવેલ્સનો વ્યવસાય કરે છે અને માતા હાઉસવાઈફ છે. તેમની મોટી બહેને સાત વર્ષ પહેલાં દીક્ષા ધારણ કરી છે. પૂજા મણીલક્ષ્મી તીર્થ મુકામે આચાર્ય રત્નચંદ્રસૂરી મહારાજના હસ્તે દીક્ષા લેશે.

ગતચ્છાધિપતિ આચાર્ય ભગવંત વિજ્ય અભય દેવસુરીશ્વરજી મહારાજ સાહેબ તથા પૂજ્ય આચાર્ય, વિજય રત્નચંદ્ર સુરીશ્વરજીની નિશ્રામાં દિક્ષાનું મુહૂર્તગ્રહણ કરાયું.
ગતચ્છાધિપતિ આચાર્ય ભગવંત વિજ્ય અભય દેવસુરીશ્વરજી મહારાજ સાહેબ તથા પૂજ્ય આચાર્ય, વિજય રત્નચંદ્ર સુરીશ્વરજીની નિશ્રામાં દિક્ષાનું મુહૂર્તગ્રહણ કરાયું.

માતા-પિતાની પણ દીક્ષા લેવાની ઈચ્છા હતા
પૂજા મહેતાએ જણાવ્યું હતું કે બીકોમ કર્યા બાદ જ્યારે ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કરી રહી હતી ત્યારે એક દિવસ મને દીક્ષા લેવાની ઈચ્છા થઈ હતી. મારા મમ્મી પપ્પાની પણ ઈચ્છા હતી કે, હું દીક્ષાનો માર્ગ અપનાવું. જેથી મેં આ નિર્ણય કર્યો છે. પરિવારની સંમતિ બાદ જ દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. આગામી 15 મેના રોજ દીક્ષા ગ્રહણ કરી સંયમના માર્ગે પ્રયાણ કરીશ.