તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાંદેરમાં પેટ્રોલ પુરાવા મોપેડ લઈ નીકળેલા દુકાનદારના મોપેડને કાર ચાલકે અડફેટમાં લેતા ગંભીર રીતે ઘવાયેલા દુકાનદારનું મોત નિપજ્યું હતું. રાંદેર પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. રાંદેર દિપમાલા સોસાયટી ખાતે રહેતા અને મુળ રાજસ્થાનના વતની પૂરણ માંગીલાલ તૈલી(23) ઘર નજીક કરીયાણાની દુકાન ચલાવતા હતા. રવિવારે બપોરે તેઓ ઘરેથી પેટ્રોલ પુરાવવા માટે મોપેડ લઈ નીકળ્યા હતા. દરમિયાન રાંદેર વોકવે ગાર્ડન રોડ રાજ સાગરની આગળ ભંગારના ગોડાઉન પાસે પુરપાટ ઝડપે પસાર થતા એક કાર ચાલકે તેમને અડફેટમાં લઈ લીધા હતા.
અકસ્માત બાદ કાર ચાલક નાસી છુટ્યો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા પૂરણભાઈને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતા રાંદેર પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી અને દુકાનદારના પિતા માંગીલાલની ફરીયાદના આધારે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.