તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

‘હાલ માસ્ક જ વેક્સિન’:યાત્રી કૃપયા ધ્યાન દે... સુરત રેલવે સ્ટેશન સામે બન્યું 22 ફૂટનું 3D માસ્ક

સુરત5 દિવસ પહેલા
  • કૉપી લિંક

છેલ્લા ઘણા મહિનાઓથી આપણે ઘણો સંઘર્ષ કર્યો અને તે દૌર હજી શરૂ જ છે. વિશ્વ આરોગ્ય સંસ્થા કહે છે, માસ્ક પહેરવાથી કોરોનાથી 95 % બચી શકાય છે, હજી વેક્સિન નથી શોધાઈ ત્યાં સુધી કોરોનાથી બચવા માટે સૌથી અક્સિર ઉપાય માસ્ક જ છે. તહેવારોના દિવસોમાં લોકો માસ્ક અંગે જાગૃત રહે તે માટે દિવ્યભાસ્કરે સુરત મહાનગર પાલિકાના સૌજન્યથી ‘હાલ માસ્ક જ વેક્સિન છે’ અભિયાન અંતર્ગત રેલવે સ્ટેશન ચાર રસ્તા ખાતે 22 ફુટ લાંબુ થ્રીડી પેઇન્ટીંગ બનાવ્યું હતું. 2 લીટરથી પણ વધુ એક્રેલિક કલરનો ઉપયોગ કરીને પિન્ટુરા આર્ટ ગેલેરીના મિતલ સોજીત્રા અને તેમની ટીમના કુલ આઠ આર્ટિસ્ટોએ ચાર કલાકની મહેનત કરી હતી. ગણપતિ ઉત્સવ બાદ સુરતમાં કોરોનાએ ફરી માથુ ઉંચક્યુ હતું. જો કે હવે આ ભૂલમાંથી શીખવાનો આ સમય છે. તહેવાર ઉજવીએ પરંતુ માસ્ક ને લઇને બેદરકારી રાખીશું તો ઉત્સવોનો સાચો આનંદ માણી શકીશું નહીં. આ અભિયાનમાં ટ્રાફિક સંચાલન કરવામાં સુરત શહેર પોલીસનો સહયોગ રહ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો