રેર સર્જરી:કિશોરીના ગળાના ભાગે 3.5 કિલોની ગાંઠ 21 તબીબે 24 કલાક ઓપરેશન કરી કાઢી

સુરત8 મહિનો પહેલાલેખક: ભરત સૂર્યવંશી
  • કૉપી લિંક
  • કતારગામની સગીરાને 10 લાખમાંથી 1 વ્યકિતમાં જોવા મળે તેવી ગાંઠ હતી
  • બેંગ્લોરની સંસ્થાએ ‌સુરભીનો વિડીયો ફરતો કર્યો, 10 લાખ લોકોએ જોયો, 70 લાખ ફંડ ભેગુ થયું

કતારગામના ગરીબ પરિવારની કિશોરીને 10 લાખે 1 વ્યક્તિમાં જોવા મળતી ફાઈબ્રોમેટોસિસની બીમારીના કારણે થતી 3.5 કિલોની ગાંઠની બેંગ્લોરની ખાનગી હોસ્પિટલમાં જટીલ સર્જરી કરી કાઢીને નવુ જીવન અપાયું છે. કતારગામમાં રહેતા પરસોત્તમભાઈ હીરાના કારખાનામાં કામ કરે છે. તેમની 16 વર્ષીય પુત્રી સુરભીને ગળાના ભાગે થયેલી ગાંઠની સારવાર માટે સુરત, અમદાવાદ અને અમરેલી સહિતના શહેરમાં બતાવ્યું હતું.

10 લાખે 1 વ્યક્તિને થતી ફાઈબ્રોમેટોસિસ નામની બીમારી હોવાથી ગાંઠ થઈ હોવાનું અને ખર્ચાળ સર્જરીથી સારવાર શક્ય હોવાનું જણાવાયું હતું. ખર્ચ વધુ હોવાથી સુરભીના પરિવારે પ્રયાસ છોડી દીધા હતા. દરમિયાન એક ન્યુઝ એજન્સી મારફતે બેંગલોરની ક્રાઉડ ફંડીગ સંસ્થા મિલાપના ધ્યાન પર સુરભીનો કેસ આવતા ફંડરાઈઝીંગની પ્રક્રિયા હાથ ધરતા સુરભીનો વિડીયો 10 લાખથી વધુ લોકોએ જોયો અને વિશ્વભરમાંથી 6200થી વધુ દાતાઓની મદદથી 70 લાખ ભેગા થતા બેંગ્લોરની એસ્ટર સીએમઆઈ હોસ્પિટલમાં 21 ડોક્ટરોની ટીમે 24 કલાક મેરેથોન ઓપરેશન અને પોસ્ટ ઓપરેશન કર્યું હતું.14 માસની સારવાર બાદ હવે સુરભી ચાલી શકે છે. હવે સ્કૂલે જવાની તૈયારી કરી રહી છે.

બહાર નીકળતી તો મારી જાતને ઢાંકવી પડતી
સુરભીએ જણાવ્યું હતું કે ‘ટ્યુમરના કારણે હું ક્યાંય જઈ શકતી ન હતી. મારે સ્કુલમાંથી પણ એક વર્ષ પહેલા ગળાના સખત દુ:ખાવાના કારણે નામ કમી કરાવું પડ્યું હતું. જ્યારે પણ હું બહાર નિકળતી મારે મારી જાતને ઢાંકવી પડતી હતી.

સર્જરી કરનાર ડો. ચેતન ગિનિગેરીએ કહ્યું કેે, સુરભી તાજેતરમાં એક ઈન્ટરવેન્શનલ રેડિયોલોજીમાંથી પસાર થઈ છે. જેમાં એક સામાન્ય એનેસ્થેસિયા આપીને તેની ખોરાકની નસોને ફરીથી સેટ કરી છે.

આ ઓપરેશન પડકાર પડકારજનક હતું
ડો.મધુસુદને કહ્યું કે ‘ત્વચાની નીચે આવેલી ફ્લેપનો ઉપયોગ કરી તેને આવરી લેવું શક્ય ન હતું. તેથી એક યોગ્ય પ્રકારની ફ્લેપને તેની જાંઘમાંથી લઈ ઘા ભરી ફ્લેપને યોગ્ય સ્થાન પર ગોઠવી અને ગળાની લોહીની નસ તેને ગ્રહણ કરે એ પણ વધુ એક પડકાર હતો.

અન્ય સમાચારો પણ છે...