તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુષ્કર્મ:ડિંડોલીમાં કોમ્પ્યુટર શીખવા આવેલા 20 વર્ષના વિદ્યાર્થીએ ટીચર પર રેપ કર્યો

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 2015માં ડુમસ લઇ જઇ સિંદુર ભરી લગ્નની લાલચ આપી હતી
  • 29 વર્ષની ટીચરે આરોપી વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

ડિંડોલીમાં કોમ્પ્યુટર શિખવા આવતા 20 વર્ષના વિદ્યાર્થીએ ટીચરને ડુમસ ફરવા લઇ જઇ લગ્નની લાલચ આપીને રેપ કર્યો હતો. વર્ષ 2015માં બનેલી ઘટનામાં આરોપીએ ટીચરના સેંથામાં સિંદુર ભરીને પોતાની પત્ની બનાવવાની વાતો પણ કરી હતી. 6 વર્ષ બાદ વિદ્યાર્થીએ તરછોડી દેતા 29 વર્ષીય ટીચરે રેપની ફરિયાદ નોંધાવી હતી.

નવાગામમાં રહેતી 29 વર્ષીય મોહિની( નામ બદલ્યું છે) 9 વર્ષ પહેલાં ડિંડોલીના એક કલાસમાં કોમ્પ્યુટર શિખવતી હતી. આ કલાસમાં વર્ષ 2015માં નવાગામ ડિંડોલીના ગંગાનગરમાં રહેતો 26 વર્ષીય હિતેશ રામદાસ મિશ્રા કોમ્પ્યુટર શિખવા આવતો હતો. આ દરમિયાન કોમ્પ્યુટર ટીચર અને વિદ્યાર્થી હિતેશ વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. જેમાં એક દિવસ હિતેશ મોહિનીને ફરવાના બહાને ડુમસ લઇ ગયો હતો. જ્યાં તેણે વાતવાતમાં મોહિનીના સેંથામાં એક ચપટીક સિંદુર ભરી દીધું હતું.ત્યાર બાદ ઇમોશનલ વાતો કરીને મોહિનીને લગ્નનું વચન આપી રેપ કર્યો હતો. હિતેશે મોહિની સાથે વારંવાર સંબંધ બાંધ્યા હતા.

6 વર્ષ બાદ એક દિવસે હિતેશે તેના લગ્ન તેના સમાજમાં થવાના છે કહીને મોહિનીને તરછોડી દીધી હતી. થોડા મહિના બાદ ફરીથી હિતેશ મોહિનીને મળ્યો અને કહ્યું કે તે બીજે ક્યાંય લગ્ન નથી કરવાનો. તેની સાથે જ લગ્ન કરશે. ફરીથી ઇમોશનલ વાતો કરીને સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. પછી ફરીથી લગ્નનો ઇનકાર કર્યો હતો. મોહિનીએ પોતાના ભાઈને આ બાબતે વાત કર્યા બાદ હિતેશ વિરુદ્ધ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

‘લગ્ન કરવાના જ છીએ’ કહીને દુષ્કૃત્ય કર્યું
મોહિનીના સેંથામાં સિંદુર ભર્યા બાદ હિતેશે કહ્યું કે, ‘હવે આપણે પતિ-પત્ની છીએ, એમ પણ લગ્ન કરવાના જ છીએ. જો તું સંબંધ બાંધવા નહીં દેશે તો હું મરી જઇશ’ કહીને શરીર સંબંધ બાંધ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...