સુરતના સલાબતપુરા વિસ્તારમાં રવિવારે સાંજે 15 વર્ષનો કિશોર ઘર નજીકના સુલભ શૌચાલયમાં ન્હાવા ગયો હતો. ત્યારે તેની પાછળ જઈ 20 વર્ષના પરિચિત યુવકે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યુ આચર્યું હુતં. સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર 20 વર્ષીય પરિચિત લવરમૂછિયાની સલાબતપુરા પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે.
વોચમેનને શંકા જતા મામલો સામે આવ્યો
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના સલાબતપુરા તારવાડી મસ્જીદ વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારનો 15 વર્ષીય કિશોર ગત સાંજે 4.30 વાગ્યાના અરસામાં ઘર નજીકના સુલભ શૌચાલયમાં નહાવા ગયો હતો. તેને અંદર જતો જોઈ તેના ઘર નજીક જ રહેતો અને પરિચિત સાહેલ ઉર્ફે સન્ની રાજેશભાઇ દંતાણી (ઉ.વ.આ.20 ) પણ પાછળ આવ્યો હતો. કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. કિશોરની પાછળ લબરમૂછિયાને જતો જોઈ સુલભ શૌચાલયના વોચમેનને શંકા ગઈ હતી. તેણે અંદર જઈ તપાસ કરતા લબરમૂછિયા સાહેલ ઉર્ફે સન્નીની કરતૂતની જાણ થઈ હતી.
વોચમેને પરિવારને જાણ કરી
બનાવ અંગે વોચમેને કિશોરના પિતાને જાણ કરતા તેમણે પરિવારના સભ્યો સાથે ચર્ચા કરી હતી. ત્યારબાદ ગત મોડીરાત્રે સાહેલ ઉર્ફે સન્ની વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.