ફોટોગ્રાફર માટે ડાંગ જિલ્લા ના પ્રાકૃતિક વાતાવરણમાં બે દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં ફોટોગ્રાફી ક્ષેત્રે ઘણી બધી ક્રાંતિ આવી ગઈ છે ત્યારે ફોટોગ્રાફર હોય એ પણ સતત અપડેટ રહેવું પડતું હોય છે નવી ટેકનોલોજી અને નવી દિશામાં આગળ વધી શકાય તે માટે વર્કશોપમાં રતલામ, પુણે, બોમ્બે, ઓરિસ્સા, જયપુર, ઉદેપુર જેવા અલગ અલગ રાજયથી ફોટોગ્રાફી ક્ષેત્ર સાથે સંકળાયેલા સભ્યો હાજર રહ્યા હતા.
વર્કશોપમાં આવેલા લોકોને એક રિયલ કપલ સાથે રાખીને તેમનું લાઈવ પ્રિ વેડિંગ કરીને લાઈવ ડેમો દ્વારા કઈ રીતે વર્ક થાય તે શીખડાવવામાં આવ્યું. બે દિવસીય વર્કશોપનું આયોજન સાઈ ફોટો ઍન્ડ ટીમે કર્યું હતું. આ વર્કશોપમાં 37 સભ્યો હાજર રહ્યા હતા. લોકો સુધી તેમની સ્કિલ પહોંચે તેમજ નાના ફોટોગ્રાફર આ વર્કશોપમાંથી કઈક શીખીને એમની લાઈફમાં આગળ પ્રગતિ કરી શકે એવા ઉમદા ઉદ્દેશથી આ વર્કશોપનું આયોજન કરાયું હતું.
તમને ઓર્ડર આપનાર પાર્ટી સાથે કઈ રીતે ડિસ્કસ કરવું અને કઈ રીતે ઓર્ડર બુક કરવો. તેમજ ઓર્ડર મળ્યા બાદ પાર્ટીને કઈ રીતે હેન્ડલ કરવી. તે તમામનું મેનેજમેન્ટ ખૂબ ઊંડાણથી આ વર્કશોપમાં બતાવવામાં આવ્યું હતું. વર્કશોપના આયોજક પ્રદીપ લખાણી એ જણાવ્યું હતું કે બે દિવસના ટૂંકા ગાળામાં અમે ફક્ત ફોટો અને વિડિયો વિશે જ સમજાવી શક્યા. પરંતુ અત્યારની નવી પેઢીમાં જે ટેલેન્ટ છે તેને ધ્યાનમાં રાખીને હવે પછી એડિટિંગ માટેનો વર્કશોપ કરીશું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.