તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:સરથાણાથી ગુમ થયેલી 17 વર્ષીય કિશોરી 35 વર્ષના પરિણીત સાથે શિર્ડીમાં મળી

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કિશોરીના અપહરણની ફરિયાદ નોંધાઇ હતી

સરથાણાથી અઠવાડિયા પહેલા ગુમ થયેલી 17 વર્ષની કિશોરી શિરડીની હોટલમાં 35 વર્ષના પરિણીત પ્રેમી સાથે મળી આવી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ રેપની કલમ ઉમેરી છે. સરથાણામાં રહેતા માનસિંહ પટેલ( નામ બદલ્યું છે)ની 17 વર્ષીય દીકરી 16 તારીખે ગુમ થઈ હતી. 17 મી તારીખે માનસિંહે અજાણ્યા આરોપી સામે અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે કિશોરીની બહેનપણીઓની પુછપરછ કરી ત્યારે ખબર પડી કે તેણી આરોપી રવિન્દ્ર ઉર્ફ રવિ પ્રભુભાઈ હદવડિયા(પુર્વી સોસાયટી વિભાગ ત્રણ,કાપોદ્રા) સાથે ગઈ છે. પોલીસે તપાસ કરતાં રવિન્દ્રના ફોનનું લોકેશને શિરડી આવ્યું.હોટલમાંથી જ્યારે રવિન્દ્ર અને કિશોરી નીકળતા હતા ત્યારે જ પોલીસ પહોંચી હતી. બંનેને સુરત લઈ આવ્યા હતા. રવિન્દ્રએ કિશોરી સાથે શરીર સંબંધ બાંધતા પોલીસે બળાત્કારની કલમ ઉમેરી છે. રવિન્દ્ર બે સંતાનોનો પિતા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો