ધરપકડ:17 વર્ષિય કિશોરીનું અપહરણ કરી પ્રેમીએ બળાત્કાર ગુજાર્યો

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વરાછાનો યુવક સગીરાને અમરેલી લઈ ગયો હતો
  • આશરો આપનાર 2 મિત્રની પણ ધરપકડ

સુરત શહેરના ચોકબજાર વિસ્તારમાંથી 17 વર્ષિય કિશોરીને પ્રેમજાળમાં ફસાવીને તેનું અપહરણ કરીને ભાવનગર-અમરેલી લઈ જઈ તેની સાથે બળાત્કાર ગુજારનાર પ્રેમીની ચોકબજાર પોલીસે ધરપકડ કરી છે. તેમને મદદ કરનારા પ્રેમીના બે મિત્રોની પણ અમરેલીથી ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ચોકબજાર વિસ્તારમાં રહેતી 17 વર્ષિય શ્રુતિ(નામ બદલ્યું છે) જુલાઈ મહિનામાં ગુમ થઈ હતી. ત્યારે પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ અપહરણનો ગુનો દાખલ કર્યો હતો. તપાસમાં ખબર પડી કે, આરોપી હિતેશ મનસુખ રોજાસર(23 વર્ષ.રહે. ખોડિયાર કોલોની, ચામુંડા નગર,વરાછા)એ શ્રુતિને પ્રેમજાળમાં ફસાવી તેનું અપહરણ કર્યું છે. તેથી પોલીસે હિતેશની તપાસ કરી હતી. બે દિવસ પહેલા હિતેશ અને શ્રુતિ ભાવનગરથી મળી આવ્યા હતા. પોલીસ બંનેને સુરત લઈ આવી હતી. તપાસમાં ખબર પડી કે હિતેશે શ્રુતિ સાથે બળાત્કાર ગુજાર્યો હતો. તેથી પોલીસે અપહરણની ફરિયાદમાં બળાત્કાર અને પોક્સોની કલમ ઉમેરી હતી. પોલીસે હિતેશની ધરપકડ કરી હતી. તેની પુછપરછમાં ખબર પડી કે, હિતેશને તેના બે મિત્રો પ્રકાશ રવજી દેલવાણીયા અને સુરેશ નારણ બજાણીયા( બંને રહે. ધારી,અમરેલી)એ મદદ કરી હતી. હિતેશ શ્રુતિને લઈને ગયો ત્યારે પ્રકાશ અને સુરેશે પોતાને ત્યાં બંનેને 10-10 દિવસ રાખ્યા હતા. તેથી પોલીસે મદદગારીમાં બંનેની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...