• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • A 17 year old Crippled Athlete From Surat Practices Lifting 80 Kg Daily, Lifting Weights, Dreams Of Bringing Medals To The Country

મહારથ મેળવવા મહેનત:સુરતના 17 વર્ષનો દિવ્યાંગ ખેલાડી રોજનું 80 કિલો વજન ઊંચકી વેઈટ લિફ્ટીંગની પ્રેક્ટિસ કરે છે, દેશ માટે મેડલ લાવવાનું સ્વપ્ન

સુરત3 મહિનો પહેલા
દિવ્યાંગે દેશ માટે મેડલ લાવવાના જુસ્સા સાથે રોજે રોજની પ્રેક્ટિસ શરૂ કરી છે.
  • શરીરની ખોડ ખાપણ સાથે બેસી રહેવાની જગ્યાએ રમત ગમતમાં આગળ વધવાનો જુસ્સો
  • 17 વર્ષના રઈશે પેરાલિમ્પિકમાં દેશ માટે મેડલ લાવવા અત્યારથી તૈયારી આદરી છે

ટોક્યો ઓલિમ્પિકને લઈને દેશભરના ખેલાડીઓમાં ઉત્સાહનું વાતાવરણ દેખાય રહ્યું છે. ભારતના ઘણા ખેલાડીઓએ ઓલિમ્પિકમાં સિદ્ધિ હાંસલ કરી છે. ત્યારે સુરતના એક દિવ્યાંગ ખેલાડી પણ આગામી સમયમાં દેશનું નામ રોશન કરવા ઉત્સાહિત છે. રઈશ નામનો 17 વર્ષનો દિવ્યાંગ રોજ રોજ 80 કિલો સુધીનું વજન ઊંચકીને જીમમાં વેઇટ લિફ્ટીંગ માટે પ્રેક્ટિસ કરે છે. રઈશની આકરી પ્રેક્ટિસ જોઈને બોડી બિલ્ડર પણ તેની હિંમતને સેલ્યુટ મારે છે.

એક પગમાં દિવ્યાંગતા હોવા છતાં 80 કિલો વજન ઊંચકે છે.
એક પગમાં દિવ્યાંગતા હોવા છતાં 80 કિલો વજન ઊંચકે છે.

મેડલ મેળવવાનું સ્વપન
સુરતમાં અભ્યાસ કરતાં 17 વર્ષીય રઇશનો એક પગ બીજા પગ કરતા ત્રણ ઇંચ નાનો છે. પણ શરીરની આ ખોડને તેણે સ્વપ્નોની આડે ક્યારેય આવવા દીધી નથી. રઇશના સપના ઘણા ઊંચા છે જેને પૂરા કરવા તે તનતોડ મહેનત કરી રહ્યો છે.રઇશ કહે છે કે, આજે 80 કિલો સુધીનું વજન ઊંચકી લઉં છું. મારું સ્વપ્ન છે કે, પેરાલિમ્પિક ગેમ્સમાં રમું અને શહેર તેમજ દેશનું નામ રોશન કરૂ, મારા પિતા સામાન્ય દુકાન ચલાવે છે. થોડા વર્ષ પહેલાં મેં જાતે જ નક્કી કર્યું હતું કે આ ખોડ સાથે બેસી નથી રહેવું, પણ એ કરી બતાવવું છે જેને જોઈને લોકો દંગ રહી જાય.બસ ત્યારબાદ મેં જુસ્સાથી સ્કેટિંગ, સ્વિમિંગ અને ફૂટબોલ રમવાની શરૂઆત કરી. ધીરે ધીરે તે પારંગત થતો ગયો અને પછી સામાન્ય સ્પર્ધકોની જેમ જ તે સ્પર્ધામાં ભાગ પણ લેવા લાગ્યો.આમ કરવાથી મારો આત્મવિશ્વાસ વધ્યો છે. હાલમાં જ્યાં પગની મુવમેન્ટ ઓછી થાય તેવી વેઇટલીફટિંગ કોમ્પિટિશન માટે તે તૈયારી કરી રહ્યો છું.

કોચ પણ રઈશના જુસ્સાને બિરદાવતાં પ્રેક્ટિસ કરાવે છે.
કોચ પણ રઈશના જુસ્સાને બિરદાવતાં પ્રેક્ટિસ કરાવે છે.

જુસ્સા સાથે મહેનત કરે છે-કોચ
ઉવેશ પટેલ (કોચ)નું કહેવું છે કે, રઇશનો આત્મવિશ્વાસ ગજબનો છે. તે વેઇટ લિફ્ટિંગ શીખવા જ્યારે મારી પાસે આવ્યો ત્યારે મને વિશ્વાસ નહોતો કે, તે આટલું સારું પર્ફોમ કરી શકશે. આજે તે 80 કિલોનું વજન આસાનીથી ઊંચકી શકે છે. રઇશ ફૂટબોલ અને દોડની સ્પર્ધામાં પણ ભાગ લે છે તે પહેવાર જાણીને હું ચોંકી ગયો હતો.પાવર લિફટિંગમાં રઇશનું પરફોર્મન્સ જોતા તેમને વિશ્વાસ છે કે, તે ડિસ્ટ્રીકટ લેવલની પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં સારો સ્કોર કરીને મેડલ લાવશે. ઘણા ઓછા આવા વ્યક્તિઓ હોય છે. જે શારીરિક ખોડ ખાપણ હોવા છતાં કંઈક કરી બતાવવાનો જુસ્સો રાખે છે.