તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રેરણા:કેન્સરગ્રસ્ત માસીને જોઈ 15 વર્ષની કિશોરીએ કેન્સર પીડિતો માટે પોતાના વાળ દાન કર્યા

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અડાજણની બાળકી લોકડાઉનમાં માસીને મળી હતી

ત્રણ વર્ષથી કેન્સરગ્રસ્ત માસીની સ્થિતિને જોઇ અડાજણ વિસ્તારમાં રહેતી 15 વર્ષીય બાળકી તુલસી ગજ્જરે કેન્સર પીડિતોને વિગ મળી રહે તે માટે પોતાના વાળ દાન કરી અન્યોને પ્રેરણા પૂરી પાડી છે. સામાન્ય રીતે કોઇપણ બાળકી કિશોરાવસ્થામાં હોય ત્યારે અનેક એને પ્રકારના શોખ અને ઉમંગ હોય છે. ટીવી સિરિયલો અને ફિલ્મોમાં જોવા મળતા કપડા તેમજ હેર સ્ટાઇલ માટે માતા-પિતા સમક્ષ ડિમાન્ડ મુકતી હોય છે. પરંતુ તુલસી ગજ્જરે અનોખી સેવાનો માર્ગ શોધી મનગમતી વસ્તુનું દાન કર્યું છે.

મારી ગમતી વસ્તુ બીજાને ખુશી આપે એ સાર્થક ગણાય
રાજકોટમાં રહેતી મારી માસી ત્રણ વર્ષથી કેન્સરગ્રસ્ત છે. કેન્સરના દર્દીઓને જ્યારે કીમો થેરાપી અપાય ત્યારે લગભગ શરીરના બધા જ વાળ ખરી જતા હોય છે. તેવા સંજોગોમાં ખાસ કરીને મહિલાઓને બહાર નીકળતી વખતે માથા પર વાળ નહીં હોવાને લીધે સામાજિક જીવનમાં થોડો ક્ષોભ અનુભવાતો હોય છે. લોકડાઉનમાં હું રાજકોટ ગઈ હતી ત્યારે મને થયું કે, કેન્સર પીડિતોને બહાર નીકળતી વખતે સૌથી વધારે સમસ્યા વાળ નહીં હોવાને લીધે થાય છે. તેથી હું સુરત આવી ત્યારે સોશિયલ મીડિયામાં સર્ચ કર્યું તો ખબર પડી કે, કેન્સર પીડિતો માટે ક્યાં વાળ આપી શકાય છે. તેથી મેં એક સંસ્થાનો સંપર્ક કર્યો જે વિગ તૈયાર કરે છે અને એ સંસ્થાને મારા વાળ દાન કર્યા.ગમતી વસ્તુ બીજાને જીવનમાં ખુશી આપી શકતી હોય તો તે દાન કરવું સાર્થક ગણાય.થોડા સમયમાં આપણા માથા પર નવા વાળ આવી જશે. > તુલસી ગજ્જર

અન્ય સમાચારો પણ છે...