કરંટ લાગતા મોત:આભવામાં ભત્રીજાને રમાડવા પાણી છાંટતી વખતે કરંટ લાગતા 14 વર્ષના કિશોરનું મોત

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક

આભવાની સ્વપ્નભુમી કોલોની ખાતે રહેતો વિક્રમ મલજી પટેલ (14)તેના ભાઈ સાથે સ્વપ્નભુમી સાઈડ નિર્માણાધીન રાજહંસ સેફોનીયાની કન્સ્ટ્રક્શન સાઈટ પર રહેતો હતો. રવિવારે સવારે તે તેના ભત્રીજાને રમાડતો હતો. ત્યારે રમત રમતમાં પાણી છાંટતી વખતે વાયરીંગ પર પાણી પડતા તેને અચાનક કરંટ લાગ્યો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર માટે તેનો ભાઈ મુકેશ નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ સંદર્ભે અલથાણ પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...