શહેર પોલીસ વિભાગને સરથાણા પોલીસ સ્ટેશન બનાવવા જુની જગ્યાની ફાળવણી રદ કરી માંગણી મુજબની સરથાણા વ્રજ ચોક પાસેની અંદાજે 14 કરોડની જમીન 99 વર્ષના ભાટ્ટા પટ્ટે આપવાનો નિર્ણય પાલિકાની સ્ટેન્ડિંગની બેઠકમાં લેવાયો છે. પોલીસ વિભાગ પાસે જમીનની પ્રિમિયમની રકમ વસુલવા સાથે પ્રતિ ચો.મી 1 રૂપિયાના ટોકન ભાવે જમીનની ફાળવણી કરી છે.
સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પટેલે જણાવ્યું કે, અગાઉ પાલિકાએ વરાછા ઝોન-બીમાં 1436 ચોરસમીટર જગ્યાની ફાળવણી કરી આપી હતી. પરંતુ પોલીસ વિભાગ, ધારાસભ્યો, સ્થાનિગ નગરસેવકોની અહીં પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે તો ટ્રાફિકની સમસ્યા થવાની રજૂઆત સાથે નવી જગ્યાની ફાળવણી કરવામાં આવી છે.
ધોરણ 9 માટે 7 સુમન શાળામાં વર્ગ વધારાયા
પાલિકા સંચાલિત સુમન શાળામાં ચાલુ શૈક્ષણિક વર્ષ દરમ્યાન ગુજરાતી માધ્યમમાં શાળા નં 18,19,20માં ધો.9 માં એક-એક મળી કુલ 3 વર્ગ વધારો કરાયો છે. અંગ્રેજી માધ્યમમાં શાળા નં 22,23 અને 24માં પણ એક-એક મળી 3 વર્ગ શરૂ કરાયા છે. હિન્દી માધ્યમની શાળા નં 14માં પણ વધુ એક વર્ગ શરૂ કરાયો છે. આમ, આ વર્ષે કુલ 7 શાળામાં ધો.9માં વર્ગ વધારો કરાયો છે. કતારગામમાં ગુજરાતી માધ્યમ, લિંબાયત,ઉધનામાં મરાઠી માધ્યમમાં હજુ ધો.9માં વર્ગો ખાલી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.