મતદાન:વરાછાના 97% જ્યારે કરંજના 95% મતદાન મથક સંવેદનશીલ

સુરત5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શહેર-જિલ્લામાં 4637 માંથી 41% મતદાન મથકો સંવેદનશીલ
  • કરંજના​​​​​​​ આપ ઉમેદવાર સોરઠિયા પર હુમલો પણ થયો હતો

વરાછા વિધાન સભાના 199 પૈકી 193 (97%) જ્યારે કંરજve 176 પૈકી 168 (75%) મતદાન મથકો સંવેદનશિલ કેટેગરીમાં છે. સુરત શહેર અને જિલ્લામાં કુલ 4637 મતદાન મથકો છે જેમાંથી 41 ટકા મતદાન મથકો સંવેદનશીલ કેટેગરીમાં મુકવામાં આવ્યા છે.

વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ પુરજોશમાં આદરી દેવામાં આવી છે. ખાસ કરીને મતદાનથી લઈને મતગણતરી સુધીની તમામ પ્રક્રિયાઓ શાંતિપૂર્ણ રીતે પુરી થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્રએ તૈયારીઓ આદરી છે. ખાસ કરીને ચૂંટણીતંત્ર દ્વારા સંવેદનશિલ મતદાન મથકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે પ્રક્રિયા હાથ ઘરી છે.

વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી પહેલા વરાછા સહિતના વિસ્તારોમાં પાટીદાર આંદોલનને કારણે વરાછા અને કરંજ વિધાનસભાના મતદાન મથકોને સંવેદનશિલ કેટેગરીમાં મુકવામાં આવ્યા હતાં. આ મતદાન મથકો પર વિડિયોગ્રાફી, પોલીસ દળ, અર્ધલશ્કરી દળના સતત પેટ્રોલિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કરંજ બેઠક પરના આપના ઉમેદવાર મનોજ સોરઠિયા પર અગાઉ હુમલો પણ થયો હતો.

આ મતદાન મથકો સંવેદનશીલ કેટેગરીમાં
વરાછામાં 199 મતદાન મથકોમાંથી 193 મતદાન મથકો સંવેદનશિલ કેટેગરીમાં મૂકાયા છે. તેવી જ રીતે કરંજમાં 176 મતદાન મથકોમાંથી 168 મતદાન મથકો, કામરેજમાં 520 મતદાન મથકમાંથી 383 મતદાન મથકો, ઉત્તર વિધાનસભામાં 163 મતદાન મથકોમાંથી 54 અને કતારગામના 293માંથી 90 મતદાન મથકો સંવેદનશિલ કેટેગરીમાં મૂકાયા છે.

અન્ય સમાચારો પણ છે...