ફરિયાદ:રિંગરોડના વેપારી સાથે 9.57 લાખની છેતરપિંડી

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કતારગામના ઠગે માલ લઈ નાણાં ન ચૂકવ્યા

રિંગરોડની મહાલક્ષ્મી ટેક્સટાઇલ માર્કેટના વેપારી પાસેથી રૂ.9.57 લાખનો લહેંગા અને પ્રિન્ટ સાડીનો માલ ખરીદી છેતરપીંડી કરવામાં આવી હતી. બનાવ અંગે વેપારીએ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.ડિંડોલી ફ્લાવર ગાર્ડન નજીક અભિનવ હાઈટ્સમાં રહેતા મનીષ સજ્જનભાઈ શર્મા (32) રીંગરોડ મહાલક્ષ્મી ટેક્સટાઈલ માર્કેટમાં કલાવતી ફેશન નામની સાડીની દુકાન ચલાવે છે.

કતારગામ ગોપીનાથ સોસાયટીમાં રહેતા અને ઉમરવાડાની ગ્લોબલ માર્કેટમાં વેપાર કરતા સાગર ભરતભાઇ પાઘડાળએ તેમની પાસેથી રૂ.9.57 લાખની કિંમતનો કાપડ, લહેંગા તેમજ સાડીનો માલ ઉધારમાં ખરીદ્યો હતો. ત્યારબાદ મનીષભાઈએ પોતાના નાણાની ઉઘરાણી કરતા સાગર દુકાન બંધ કરી પલાયન થઈ ગયો હતો. જેથી મનીષભાઈને પોતે છેતરાયા હોવાની જાણ થતા આખરે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...