તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:સુરતમાં દિવાળીની રજામાં 953 કેસ નોંધાયા, અમદાવાદની જેમ સુરતમાં પણ રાત્રી કર્ફ્યૂ લગાવવા ડોક્ટરોનું મંતવ્ય

સુરત6 દિવસ પહેલા
દિવાળીના તહેવાર બાદ કોરોના સંક્રમણમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે.
  • શહેર જિલ્લામાં છેલ્લા 5 દિવસમાં 9ના મોત અને કુલ 993 દર્દીઓ રિકવર થયા
  • શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 40 હજારને પાર કરી 40632 થઈ ગઈ

દિવાળીની મજામાં સોશિયલ ડિસ્ટનસિંગ ભૂલી ગયેલા સુરતીઓને લઈ કોરોનાની વિસ્ફોટક સ્થિતિ સામે આવી છે. છેલ્લા 5 દિવસમાં સુરત શહેર જિલ્લામાં લગભગ 953 જેટલા કેસ નોંધાતા તંત્ર અને કોરોના વોરિયર્સ સહીત ડોક્ટરો પણ ચિંતિત દેખાય રહ્યા છે. IMAના પૂર્વ પ્રમુખ ડો. પ્રારુલ વડગામાએ અમદાવાદમાં રાત્રી કર્ફ્યૂને સરાહનીય કામગીરી ગણાવી સુરતમાં પણ રાત્રી કર્ફ્યૂ લાદી કોરોનાના વધતા કેસો પર નિયંત્રણ લાવી શકાય એવું જણાવ્યું છે.

પાંચ દિવસમાં શહેરમાં 8 અને જિલ્લામાં 1 દર્દી મળી 9 કોરોના પોઝિટિવ દર્દીઓના મોત નિપજ્યા
દિવાળીના તહેવારની રજામાં શહેર જિલ્લામાં કોરોના વધુ વકર્યો છે. છેલ્લા પાંચ દિવસમાં શહેરમાં 806 અને જિલ્લામાં 147 કેસ સાથે કોરોનાના 953 કેસનો વધારો થયો છે. આ સાથે શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 40 હજારને પાર કરી 40632 થઈ ગઈ છે. પાંચ દિવસમાં શહેરમાં 8 અને જિલ્લામાં 1 દર્દી મળી 9 કોરોના પોઝિટિવ દર્દીઓના મોત નિપજ્યા છે. આ સાથે કોરોનાનો કુલ મૃતાંક 1035 થઈ ગયો છે.

કુલ 38271 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે
પાંચ દિવસમાં શહેરમાંથી 613 અને જિલ્લામાંથી 168 દર્દીઓ મળી 993 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કુલ 38271 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે.

વિદ્યાર્થી-ઈન્કમટેક્સ ઓફિસર સંક્રમિત
નવા નોંધાયેલા કેસમાં શહેરમાં કાપડના વેપારી, કાપડ દલાલ, ઈન્કમટેક્ષ ઓફિસર સહિત અનેક કોરોનાની ઝપટમાં આવ્યા છે. જેમાં સાઉથ વેસ્ટ ઝોનમાં 7 કાપડના વેપારી, સનસાઈન ગ્લોબલ હોસ્પિટલના કર્મચારી, 2 સોફ્ટવેર કંપનીના કર્મચારી, 7 વિદ્યાર્થી, સિવિલ એન્જિનિયર, કાપડ દલાલ, ઈન્કમટેક્ષ અધિકારી કોરોના સંક્રમિત થયા છે.

ગુજરાત ગેસ કંપનીના કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
​​​​​​​
વેસ્ટ ઝોનમાં એલ.પી.સવાણી સ્કૂલના એકાઉન્ટન્ટ, એડ્વોકેટ, બેંક મેનેજર, 2 વિદ્યાર્થી, જિલ્લા પંચાયતના કર્મચારી, વરાછા ઝોનમાં કાપડના વેપારી, સેન્ટ્રલ ઝોનમાં ડિઝાઈનર, લિંબાયત ઝોનમાં એમ્બ્રોઈડરી કારખાનેદાર, કાપડના વેપારી અને સાઉથ ઝોનમાં ગુજરાત ગેસ કંપનીના કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

સિવિલ હોસ્પિટલમાં હાલ 106 દર્દી સારવાર હેઠળ
સુરત સિવિલ હોસ્પિટલમાં હાલ 400 વેન્ટિલેટર, કોવિડ-19 હોસ્પિટલના તમામ 1000 બેડ પર ઓક્સિજન સુવિધા, નવ નિર્મિત કાર્ડિયાર્ક હોસ્પિટલમાં 1000 બેડની સુવિધા છે. જ્યારે 800 બેડ સિવિલ હોસ્પિટલમાં છે. હાલ 106 કોરોના પોઝિટિવ દર્દીઓ દાખલ છે.મેડિસિન, ચેસ્ટ ફિઝિશિયન, એનેસ્થેસિયા, પીડિયાટીક સહિતના તમામ વિભાગના તબીબો રોટેશનમાં ડ્યુટી કરી રહ્યા છે અને માહામારી સામે લડત આપવા તૈયાર છે.

પાલિકા સંચાલિત હોસ્પિટલો સજ્જ
સ્મીમેર હોસ્પિટલમાં લગભગ 600-700 કોરોનાના દર્દીઓ માટેની સારવારની સુવિધા છે. ઓક્સિજન અને 300થી વધુ વેન્ટિલેટર સાથેની સુવિધા ઉપલબ્ધ છે. 150થી વધુ મેડિસિન, એનેસ્થેસિયા સહિતના અન્ય વિભાગના ડોક્ટરોની ટીમ કાર્યરત છે. સાથે સાથે રેસિડેન્ટ તબીબ 250-300 જેટલા કાર્યરત છે. પાલિકા સંચાલિત હોસ્પિટલોમાં પણ કોરોનાના દર્દીઓ માટેના સારવાર સાથેની તમામ સુવિધા સાથે વોર્ડ કાર્યરત છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો