ચોરી:નવસારી બજારમાં ફટાકડાની દુકાનમાંથી 95 હજારની ચોરી

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક

નવસારી બજારમાં આવેલી ફટાકડાની દુકાનમાંથી રોકડા અને ઘરેણાં મળીને કુલ 95 હજાર રૂપિયાની ચોરી કરીને તસ્કરો નાસી ગયા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, અડાજણમાં ગંગેશ્વર મંદિર પાસે ગ્રીનવેલી રેસિડેન્સીમાં રહેતા વિપુલ નરેશચંદ્ર તમાકુવાલા ફટાકડાનો વેપાર કરે છે. નવસારી બજારમાં હરીઓમ ક્રેકર્સના નામથી તેમની દુકાન છે. ત્રણ દિવસ પહેલા તસ્કરો તેમની દુકાનની બારી કોઈ રીતે ખોલીને દુકાનમાં પ્રવેશ કરીને રોકડા 40 હજાર રૂપિયા અને ઘરેણાં ચોરી કરી લીધા હતા. તેમની માતાના ઘરેણાં તેમજ અન્ય કેટલાક ઘરેણાં ઘરે કોઈ વાપરતું ન હતું. તથા માલ ભરવા માટે રૂપિયાની જરૂરત હોવાથી તે ઘરેણાં ગીરવે મુકવાના હોવાથી દુકાનમાંં મુક્યા હતા. તે ઘરેણાં પણ તસ્કરો ચોરી કરી ગયા હતા. વિપુલ તમાકુવાલાએ અજાણ્યા આરોપી વિરુદ્ધ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...