પાલિકાનો દાવો:કોયલી ખાડીને રિ-ડેવલપ કરવા માટે 95 કરોડનાં ટેન્ડર

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાડીને RCC બોક્સ વડે પેક કરીને રોડ બનાવાશે
  • ​​​​​​​ખાડી રિ-ડેવલપમેન્ટમાં સુરત રાજ્યમાં અગ્રેસર

સમગ્ર ગુજરાતમાં ખાડીઓને રિમોડલીંગ એન્ડ રીસ્ટ્રકચરીંગની સૌથી વધુ કામગીરી સુરત શહેરમાં કરવામાં આવી રહી છે ત્યારે સુરત મહાનગર પાલિકાએ ભાઠેનાથી ખરવરનગર અને ખરવરનગરથી ઉધના જીવનજ્યોત બ્રીજ સુધી કોયલી ખાડીને આર.સી.સી બોક્સથી પેક કરીને ડેવલપ કરવા માટે ટેન્ડર બહાર પાડ્યા છે. સમગ્ર કામની પ્રોજેક્ટ કોસ્ટ રૂા.95 કરોડ થાય છે.

સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરની વિવિધ ખાડીઓને રિ-ડેવલપમેન્ટની કામગીરીઓ હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત કોયલી ખાડીને તબક્કાવાર રિમોડેલીંગ અને રીસ્ટ્રકચરીંગની કામગીરી કરવાનું આયોજન છે. જેમાં હવે ભાઠેના સુએઝ પમ્પીંગ સ્ટેશનથી ખરવરનગર બીઆરટીએસ જંકશન અને ખરવરનગરથી જીવનજ્યોત બ્રિજ સુધી ખાડીને રિમોડલીંગ અને રીસ્ટ્રચરીંગ કરવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. વર્ષ 2022-23ના બજેટમાં આ કામ માટે જોગવાઇ કરવામાં આવી હતી. ભાઠેનાથી ખરવગરનગર સુધીના કામની પ્રોજેક્ટ કોસ્ટ 52.64 કરોડ અને ખરવનગરથી જીવન જ્યોત બ્રીજ સુધીના કામની પ્રોજેક્ટ કોસ્ટ 42.96 કરોડ થાય છે.

વરાછામાં 155 કરોડ ખર્ચાશે
​​​​​​​પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલમાં વરાછા વિસ્તારમાં મમતા પાર્ક સોસાયટીથી કરંજ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને સાકેતધઆમ સોસાયટીથી મમતાપાર્ક સુધી કોયલી ખાડીને આર.સી.સી બોક્સ પેક કરીને ડેવલપ કરવા માટે રૂા.155 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...