કોન્ટ્રાક્ટ રદ કરવાનો ઉલ્લેખ:બેરેજનું 941 કરોડનું ટેન્ડર મંજૂર તો કરી દીધું પણ પાળા વિના પ્રોજેકટ અધ્ધરતાલ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હજુ 7 વર્ષ પ્રોજેક્ટ મુશ્કેલ, ભવિષ્યમાં ટેન્ડર દફતરે કરવું પડી શકે
  • પાળા બનાવવા 400 કરોડની જરૂર પણ પાલિકા પાસે ફદિયું પણ નથી

વર્ષ 2048માં શહેરની અંદાજિત 2 કરોડ વસ્તીને પીવાના પાણી માટે તકલીફ ન પડે તે માટે 15 વર્ષથી કાગળ પર ચાલતા કન્વેશનલ બેરેજ પ્રોજેકટનું 941 કરોડનું ટેન્ડર 9 મહિના અગાઉ મંજૂર કરીને શાસકોએ વાહવાહી લૂંટી લીધી હતી. જો કે, આગામી 7 વર્ષ સુધી પ્રોજેકટ સાકાર થાય તેવી શક્યતા નથી.

બેરેજ બનાવવા પહેલા અડાજણથી ભાઠા સુધી પાળા બનાવવા જરૂરી છે. નહિંતર પૂર આવી શકે છે. પાળા બનાવવા 400 કરોડની જરૂર છે. જો કે, પાલિકા પાસે ફદિયું પણ નથી. બે ફેઇઝમાં પાળા બનાવવા 200-200 કરોડ રૂપિયાની ગ્રાન્ટ પાલિકાએ રાજ્ય સરકાર પાસે માંગી છે. જે ક્યારે આવશે અને પાળાનું કામ ક્યારે શરૂ થશે તે પણ નક્કી નથી. ગત 19 એપ્રિલની સ્ટેન્ડીંગ કમિટીમાં 941 કરોડના બેરેજ પ્રોજેકટનું ટેન્ડર મંજૂર કરાયું હતું.પરંતુ આ રકમની ગ્રાન્ટ ક્યારે અને કેટલા તબક્કામાં અપાશે એ માટે રાજ્ય સરકારે કોઇ ખાતરી આપી નથી.

આમ, સમગ્ર પ્રોજેકટ હાલમાં અધ્ધરતાલ છે. બરાજ પ્રોજેકટ માટે ટેન્ડરમાં પાર્ટ એની કામગીરીમાં તમામ પ્રકારની મંજુરી અને તે માટેની જરૂરી તમામ સર્વેના રીપોર્ટની કામગીરી કરવાનો અને કામગીરી બાદ જો પ્રોજેક્ટની ફિઝિબિલિટી ન હોય તો કોન્ટ્રાક્ટ રદ કરવાનો ઉલ્લેખ કરાયો હતો. આમ, પાળા અને ફિઝિબીલીટી રિપોર્ટ વગર પ્રોજેકટ શક્ય નથી. જેને લઇ ટેન્ડરની પ્રક્રિયા દફતરે કરી નવેસરથી પ્રોજેકટ હાથ પર લેવો પડે તેવી શક્યતા છે.

નવા ભવન માટે પણ 1364 કરોડની ગ્રાન્ટનાં ઠેકાણાં નથી
સુરત:તાજેતરમાં મળેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં પાલિકાનું નવી વહીવટી ભવન બનાવવા માટે રૂા.1364 કરોડનું ટેન્ડર મંજૂર કરાયું હતું. પરંતું 1364 કરોડ ક્યારે આવશે અને રાજ્ય સરકાર ક્યારે આપશે? તે કોઇને ખબર નથી. રાજ્ય સરકારે અગાઉ વહીવટી ભવન માટે 100 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી હોવાાની માહિતી છે. જોકે, બાકીના 1200 કરોડની માતબર રકમ રાજ્ય સરકાર ક્યારે આપશે અને પ્રોજેકટ ક્યારે સાકાર થશે? એ એક સવાલ છે. આમ વહીવટી ભવન પ્રોજેકટ ગ્રાન્ટના અભાવે ડિલે થશે.

અન્ય સમાચારો પણ છે...