તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • 93500 Doses Of By Road Corona Vaccine From Pune Will Arrive In Surat Today, Officials Including The Minister Will Be Present To Welcome

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તરાયણે રાહતના સમાચાર:70 દિવસ પહેલા બનેલી કોવિશિલ્ડ રસી સુરત આવી પહોંચી, 6 મહિના બાદ કોરોનાના દર્દી 100થી નીચે, ગંભીર કોઈ નહીં

સુરત12 દિવસ પહેલા
સિવિલ હોસ્પિટલમાં કોવિશિલ્ડ વેક્સિન આવી પહોંચતા લોકોએ ફોટો પાડવા પડાપડી કરી હતી. - Divya Bhaskar
સિવિલ હોસ્પિટલમાં કોવિશિલ્ડ વેક્સિન આવી પહોંચતા લોકોએ ફોટો પાડવા પડાપડી કરી હતી.
 • સિવિલ કેમ્પસમાં બનાવેલા સાઉથ રીઝનના સ્ટોરેજ સેન્ટરમાં કોરોના વેક્સિન રાખવામાં આવશે

70 દિવસ અગાઉ બનીને તૈયાર કોરોના વેક્સીન કોવિશિલ્ડ બુધવારે બપોરે 12 વાગ્યે સુરતની સિવિલ હોસ્પિટલમાં આવી પહોંચતા ખુશીની લહેર દોડી હતી. સુરત, નવસારી, તાપી, ડાંગ અને વલસાડનો સામૂહિક 93500 ડોઝનો જથ્થો નવી સિવિલના કોવિડ વેક્સિનેશન સ્ટોરેજ સેન્ટરમાં સ્ટોર કરાયો હતો. જેમાંથી 42640 ડોઝ સુરતને મળશે. મંત્રી કાનાણીએ સ્વદેશી વેક્સિનનું શ્રીફળ વધેરી સ્વાગત કર્યું હતું.

મ્યુ.કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું કે, 16મી જાન્યુઆરીથી શહેરમાં વેક્સિનેશન પ્રક્રિયા શરૂ કરાશે. ઉત્તરાયણે રાહતના સમાચાર છે કે 6 માસ અને 26 દિવસ પછી 100ની નીચે કોરોના પોઝિટિવના 98 કેસ બુધવારે નોંધાયા હતા. આ ઉપરાંત સિવિલમાં પણ હવે માત્ર 35 દર્દી છે અને છેલ્લા 4 દિવસથી વેન્ટિલેટર પર એક પણ દર્દી નથી.

સ્ટોરેજ સેન્ટરને શણગારવામાં આવ્યું.
સ્ટોરેજ સેન્ટરને શણગારવામાં આવ્યું.

33336 હેલ્થ વર્કરોને પ્રથમ તબક્કામાં ડોઝ આપવામાં આવશે
મહાપાલિકાના શહેરી વિસ્તારમાં રસીકરણ માટેના લાભાર્થી 33336 હેલ્થ વર્કરોને પ્રથમ તબક્કામાં ડોઝ આપવાનો હોય કોવિશિલ્ડના લગભગ 3400 નંગ વાયલ (રસીની શીશી)નો સ્ટોક સપ્લાય પાલિકાના અડાજણ હેલ્થ સેન્ટર ખાતે સરકારની સૂચના બાદ સિવિલના સ્ટોરેજ સેન્ટર ખાતેથી મોકલાશે. ત્યાં સ્ટોરેજમાં રખાયા બાદ 16મીએ વેક્સિનેશન હાથ ધરાનાર હોય તે પ્રમાણે સ્મીમેર હોસ્પિટલ સહિતના હેલ્થ સેન્ટરો મુખ્ય હોસ્પિટલો મળી નિર્ધારિત 22 સ્થાન પર મોકલવામાં આવશે.

સ્ટોરેજ સેન્ટરમાંથી અન્ય જગ્યાએ વેક્સિન મોકલવામાં આવશે.
સ્ટોરેજ સેન્ટરમાંથી અન્ય જગ્યાએ વેક્સિન મોકલવામાં આવશે.

સરકારની સૂચના પ્રમાણે ડિસ્ટ્રીબ્યુશન કરાશે
ડો. રૂપલ જેસવાણીએ જણાવ્યું હતું કે, 93,500 રસીનો જથ્થો આવ્યો છે. પાંચ જિલ્લા અને પાલિકા મળી દક્ષિણ ગુજરાત ઝોનનો સિવિલ ખાતેના રિજિયોનલ વેક્સિન સ્ટોર ખાતે જથ્થો આવશે. 93500 ટોટલ ડોઝ નો જથ્થો આવશે. એક વાયલમાં દશ ડોઝ આવશે એટલે વેક્સિન ભરેલી 9350 વાયલ(શીશી) આવશે. રાજ્ય સરકારની સૂચના પ્રમાણે પાલિકા સહિત અન્ય જિલ્લાઓમાં રસીનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવશે.

સુરત રિઝનમાં આ રીતે મોકલાશે રસી
સુરતમાં કુલ 93500 ડોઝ આવ્યા છે. જેમાંથી સુરતને 42640ડોઝ, નવસારીમાં 11670 ડોઝ, તાપીમાં 7710 ડોઝ, વલસાડમાં 16200 ડોઝ, ડાંગ 2470 ડોઝ મોકલવામાં આવશે.

એક શીશીમાંથી 10 લોકોને ડોઝ અપાશે
એસએમસીને વેક્સિનની 4260 શીશીઓ મળશે. જેમાંથી 42640 લોકોને રસી આપવામાં આવશે. દરેક શીશીમાં 5 એમએલ રસી હોય છે.

વેક્સિનના કારણે કોરોના સામે જંગ લડીશુંઃ કુમાર કાનાણી
કુમાર કાનાણી(રાજ્ય આરોગ્યમંત્રી)એ જણાવ્યું હતું કે, આજે વેક્સિનનો જથ્થો આવ્યો છે. સૌથી આનંદની લાગણી એ છે કે, આ વેક્સિન સ્વદેશી છે. લોકોમાં જે કોરોનાનો ડર હતો તેમાં ખૂબ જ રાહત મળશે. વેક્સિનના કારણે કોરોના સામે જંગ લડીશું.

સેલવાસમાં રસી આવતા ખુશી વ્યાપી
કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસની વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલ ખાતે પુનાથી 5000 વેક્સિનનો જથ્થો આવતા સ્વાસ્થ્યકર્મીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તમામ લોકોમાં ખુશી વ્યાપી ગઈ હતી. 16મી તારીખે રખોલી ખાતે આરોગ્ય કેન્દ્ર ખાતે નિર્ધારિત યાદી અનુસાર હેલ્થકર્મી અને વોરિયર્સને રસીકરણનું આયોજન કરવામાં આવ્યું હોવાનું ડોક્ટર અનિલ માહલા પ્રોજેકટ ડાયરેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે.

સ્ટોરેજ સેન્ટર બહાર સાફ-સફાઈ હાથ ધરવામાં આવી.
સ્ટોરેજ સેન્ટર બહાર સાફ-સફાઈ હાથ ધરવામાં આવી.

કયા કેટલા ડોઝ મોકલાશે

 • સુરત સિટીને 40 હજાર ડોઝ
 • સુરત જિલ્લાને 11500 ડોઝ
 • નવસારીને 11 હજાર ડોઝ
 • વલસાડને 15 હજાર ડોઝ
 • તાપીને 7 હજાર ડોઝ
 • ડાંગને 2500 ડોઝ

કોવિડની વેક્સિન આપવા માટેના નિર્ધારિત 22 સ્થાનો

 • વરાછા-એ- સ્મીમેર હોસ્પિટલ, મગો હેલ્થ સેન્ટર, પી.પી.સવાણી હાર્ટ ઇન્સ્ટીટ્યુટ
 • વરાછા-બી- મોટા વરાછા હેલ્થ સેન્ટર, એસ.બી.ડાયમંડ હોસ્પિટલ
 • લિંબાયત ઝોન-ભાઠેના કોમ્યુનિટી હેલ્થ સેન્ટર
 • ઉધના ઝોન- આરોગ્યમ હોસ્પિટલ, એપ્પલ હોસ્પિટલ
 • રાંદેર ઝોન-યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલ, સેલ્બી હોસ્પિટલ, બીએપીએસ હોસ્પિટલ
 • સેન્ટ્રલ ઝોન-મહાવીર હોસ્પિટલ, નિર્મલ હોસ્પિટલ, વિનસ હોસ્પિટલ
 • કતારગામ ઝોન-પ્રાણનાથ હોસ્પિટલ, જીવનજ્યોત હોસ્પિટલ,કિરન હોસ્પિટલ
 • અઠવા ઝોન-મિશન હોસ્પિટલ, દ્વાતિ પ્રભુ જનરલ અને બેન્કર્સ હાર્ટ ઇન્સ્ટીટ્યુટ,
 • સનસાઇન,ટ્રાઈસ્ટાર, સિવિલ

16મી જાન્યુ.થી 22 સેન્ટર પર વેક્સિનેશન શરૂ , 33336 હેલ્થ વર્કરોને પ્રાથમિકતા
મનપાના શહેરી વિસ્તારમાં રસીકરણ માટેના લાભાર્થી 33336 હેલ્થ વર્કરોને પ્રથમ તબક્કામાં ડોઝ આપવાના હોય કોવિશિલ્ડના લગભગ 3400 નંગ વાયલ (રસીની શીશી)નો સ્ટોક સપ્લાય પાલિકાના અડાજણ હેલ્થ સેન્ટર ખાતે સિવિલના સ્ટોરેજ સેન્ટર ખાતેથી મોકલાશે. 16મીએ શહેરની અલગ અલગ 22 જગ્યા પૈકી 18 ખાનગી હોસ્પિટલ અને 4 સરકારી જગ્યા પર વેક્સિનેશન હાથ ધરાશે. સ્મીમેર હોસ્પિટલ સહિતના હેલ્થ સેન્ટરો મુખ્ય હોસ્પિટલો મળી નિર્ધારિત 22 સ્થાન પર મોકલાશે. મગોબ હેલ્થ સેન્ટર, પી.પી સવાણી હાર્ટ ઈન્સ્ટીટ્યુટ, મોટા વરાછા હેલ્થ સેન્ટર, એસ.ડી ડાયમંડ હોસ્પિટલ, ભાઠેના કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, આરોગ્યમ હોસ્પિટલ, એપલ હોસ્પિટલ, યુનાઈટેડ ગ્રીન હોસ્પિટલ, શેલબી હોસ્પિટલ, બીએપીએસ હોસ્પિટલ, મહાવીર હોસ્પિટલ, નિર્મલ હોસ્પિટલ, વિનસ હોસ્પિટલ, પ્રાણનાથ હોસ્પિટલ, જીવન જ્યોત હોસ્પિટલ, કિરણ હોસ્પિટલ, મીશન હોસ્પિટલ, પ્રભુ જનરલ હોસ્પિટલ, સનશાઈન ગ્લોબલ હોસ્પિટલ,ટ્રાઈસ્ટાર હોસ્પિટલ, ન્યુ સિવિલ હોસ્પિટલ.

ખાસ વાનથી સપ્લાય
જિલ્લા અને મહાનગરપાલિકાના વેક્સીન સ્ટોર તેમજ કોલ્ડ ચેઈન પોઇન્ટ સુધી પહોંચાડવા માટે ખાસ વાન દ્વારા વેક્સીન સપ્લાય કરવાનુંં આયોજન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. આ રસીકરણથી સુરતના નાગરિકોને કોરોના સામે સુરક્ષા કવચ આપી શકાશે. > ડો.ધવલ પટેલ, કલેકટર,સુરત

આપણા માટેગૌરવની ક્ષણ
આપણી અપેક્ષા, આકાંક્ષાઓ અને આતુરતાનો આજે અંત આવ્યો છે. સ્વદેશી બનાવટની રસી આવી છે તે ગૌરવની વાત છે.વેક્સિનેશન અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે.તા.૧૬ મી જાન્યુ.થી રસીકરણ શરૂ કરાશે. > કિશોર કાનાણી, રાજ્ય આરોગ્યમંત્રી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
 • Divya Bhaskar App
 • BrowserBrowser