કેન્દ્ર સરકારે 1 જુલાઇથી દેશભરમાં સિંગલયુઝ પ્લાસ્ટિકના ઉત્પાદન તેના સંગ્રહ કરવા પર, પ્લાસ્ટિકના વિતરણ કરવા તથા વેચાણ અને વપરાશ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુક્યો છે. જેના બાગ રૂપે પહેલી જુલાઇથી શહેરમાં પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ અટકાવવા તેમજ આનું વેચાણ કરનારાઓ સામે કડક પગલાં લેવાની મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગે ઝુંબેશ હાથ ધરી છે.
18 જુલાઇથી 24 જુલાઇ દરમ્યાન સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગે ઝુંબેશ હાથ ધરી હતી. ઝુંબેશ દરમ્યાન સમગ્ર શહેરમાંથી 910 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કર્યો છે. આ સમયગાળા દરમિયાન મહાનગરપાલિકાની ટીમે શહેરના તમામ ઝોનમાં 6272 સંસ્થાઓમાં તપાસ કરી હતી.
આ તપાસ દરમ્યાન 1490 સંસ્થાઓ પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો હતો. આમ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગની ઝુંબેશમાં સમગ્ર શહેરમાંથી અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો હતો તેમની પાસેથી 5.14 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. શુક્રવારે પાલિકા દ્વારા 845 સંસ્થામાં વિઝિટ કરી 99.60 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી 59,300નો દંડ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.