કોરોના સંક્રમણ:અઠવાડિયામાં 1થી 18 વય જૂથનાં 904 બાળકો સંક્રમિત

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વરાછાની નાલંદા સ્કૂલમાં 4 શિક્ષકો-7 વિદ્યાર્થી સંક્રમિત
  • ​​​​​​એકસાથે 7 કેસ મળતા નાલંદા સ્કૂલ બંધ કરાવાઈ

શહેરમાં 1થી 18 વર્ષના વયજૂથમાં સંક્રમણના કેસ વધ્યા છે. છેલ્લા 8 દિવસમાં શહેરમાં 1થી 18 વર્ષના 904 બાળકો સંક્રમિત થયા છે. વરાછામાં આવેલ નાલંદા સ્કૂલમાં 4 શિક્ષકો-3 વિદ્યાર્થીઓ પોઝિટીવ આવતા સ્કૂલ બંધ કરાવાઈ છે.

મંગળવારે સામે આવેલા પોઝિટિવ કેસમાં 65 વિદ્યાર્થીઓ પણ પોઝીટીવ આવ્યા છે. જેમાં નાલંદા સ્કૂલમાં 3 વિદ્યાર્થી અને 4 શિક્ષક પોઝીટીવ આવતા સ્કૂલ બંધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત ઝડફિયા શાળા, રાયન શાળા, વી એન એસ જી યુ, લાન્સર આર્મી શાળા, પી ટી સાયન્સ કોલેજ, એસ વી એન આઈ ટી, ડી આર બી કોલેજ, એસ ડી જૈન, સરસ્વતિ વિદ્યાલય, સંસ્કાર ભરતી, કનકપુર શાળા, હિલ્સ હાઈ સ્કુલ, વિવેકાનંદ કોલેજ, રિલાયન્સ શાળા, સ્વામી નારાયણ શાળા, પી આર ખાટીવાલા શાળા,મહેશ્વરી શાળા, એસ.ડી.જૈન શાળા,ડી પી એસ શાળા, રાયન ઈન્ટનેશન, રેડીયન્ટ શાળા, જે એચ અંબાણી, વશિષ્ઠ વિદ્યાલય તથા અન્ય શાળાઓ તથા કોલેજમાં પણ વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા છે.

આ શાળાઓ તથા કોલેજમાં જે તે વર્ગ બંધ કરવવામાં આવેલ છે.આ શાળાઓમાં તથા કોલેજમાં કુલ 846 જેટલા વ્યક્તિઓનું કોન્ટેકટ ટ્રેસિંગ કરવામાં આવ્યું છે. મંગળવારે આવેલા પૉઝિટિવ કેસોમાં ત્રણ વ્યક્તિઓ અમેરિકા પ્રવાસ કરીને સુરત આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...