લગ્નસરાને ગ્રહણ:સુરતમાં કોરોનાથી 9 હજાર લગ્ન અટક્યા, ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓને 200 કરોડનું નૂકસાન, 30 હજાર લોકો બેરોજગાર

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
લગ્ન સમારંભ રદ્દ થતા સંકળાયેલા લોકોને સીધી અસર થઈ રહી છે. - Divya Bhaskar
લગ્ન સમારંભ રદ્દ થતા સંકળાયેલા લોકોને સીધી અસર થઈ રહી છે.
  • એપ્રિલથી લઈને ડિસેમ્બર સુધીના મૂહૂર્ત લગ્નના સ્થગિત કરાયા છે

કોરોના સંક્રમણે હાહાકાર મચાવતાં લગ્નસરાને પણ ગ્રહણ લાગ્યું છે. સુરત જિલ્લામાં માજા મૂકતા 9 હજાર લગ્ન સ્થગિત કરાયા છે. જેથી મેનેજમેન્ટ એજન્સીઓને અંદાજે 200 કરોડનું નૂકસાન થયું છે. જો નવેમ્બર સુધી આવી જ સ્થિતિ રહી તો નૂકસાન 500 કરોડનું થઈ શકે તેમ છે. લગ્નના મૂહૂર્ત સ્થગિત થતાં 30 હજાર લોકો બેરોજગાર થયા છે.

દક્ષિણ ગુજરાતમાં 650 કરોડનું નૂકસાન
દક્ષિણ ગુજરાતમાં ઈવેન્ટ ઈન્ડસ્ટ્રી દ્વારા આયોજીત થનારા 20 હજાર લગ્ન સ્થગિત થયા છે. જેથી ઈવેન્ટ મેનેજમેન્ટ એજન્સીઓને 650 કરોડ રૂપિયાનું નૂકસાન થયું છે. કોરોનાના કારણે લોકો જૂન સુધી લગ્ન સ્થગિત કરી રહ્યાં છે. ઈવેન્ટ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા 30 હજાર લોકો બેરોજગાર થયા છે.જેમાં ઈવેન્ટ મેનેજર, કેટરિંગ, બેંડ તથા લગ્ન સાથે સંકળાયેલી અન્ય સેવાઓ સાથે જોડાયેલા લોકોને સમાવેશ થાય છે.ગૌરવ જરીવાળાએ કહ્યું કે, ગત વર્ષે ઈવેન્ટ ઈન્ડસ્ટ્રીઝને 650 કરોડનું નૂકસાન થયું હતું. જૂનથી ઘણા એક્ઝિબિશન શરૂ થતા હોય છે. જો કોરોનાના કારણે આ જ સ્થિતિ રહી તો નવેમ્બર સુધીમાં 500 કરોડનું નૂકસાન થવાની આશંકા છે.

લગ્ન સમારંભ રદ્દ કરી દેવાતા એડવાન્સના પ્રશ્નો ઉભા થયા છે.
લગ્ન સમારંભ રદ્દ કરી દેવાતા એડવાન્સના પ્રશ્નો ઉભા થયા છે.

અત્યારે માંડ બે કોલ થાય છે
ગૌરવ જરીવાળાએ કહ્યું કે, ઈવેન્ટ ઈન્ડસ્ટ્રીઝ જોવામાં નાની લાગે છે. પરંતુ આમાં મોટી સંખ્યામાં લોકો જોડાયેલાછે. આ તમામ લોકો પાસે અલગ અલગ કામ હોય છે. કોરોના અને રાત્રિ કર્ફ્યૂના કારણે આ ઈન્ડસ્ટ્રીઝની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે. આ ઈન્ડસ્ટ્રીઝ પર જોઈએ તેવું કોઈ ધ્યાન આપતું નથી. સરકાર આ ઈન્ડ્સટ્રીઝ વિષે સમયસર વિચાર નહી કરે તો આ ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા લોકોની હાલત કફોડી થઈ જશે. અગાઉ અલગ અલગ ઈવેન્ટના 10 કોલ આવતા હવે માંડ ગણીને બે કોલ આવે છે.

કોરોના સંક્રમણને લઈને લગ્ન સમારંભો પર સીધી અસર પડી છે.
કોરોના સંક્રમણને લઈને લગ્ન સમારંભો પર સીધી અસર પડી છે.

ઘણાએ પોતાના ધંધા બદલી નાખ્યા
સાઉથ ગુજરાત ઈવેન્ટ મેનેજમેન્ટ એસો.ના સેક્રેટરી પ્રકાશ હાથીએ કહ્યું કે, હાલ ઘણું નૂકસાન સહન કરવાનો વારો આવ્યો છે. મોટા લગ્ન સમારંભ કેન્સલ થયા છે. નાના મોટા લગ્નમાં ખર્ચ કાઢવા પણ મુશ્કેલ છે. એડવાન્સ લીધા છે તેનું શું કરવું તે બાબતે અસંમજસ છે. ગત લોકડાઉન બાદ ગાડી પાટે ચડી હતી.ત્યાં ફરી એ જ સ્થિતિ આવી ગઈ છે. ઘણા લોકો તો આ ધંધો છોડીને સેનિટાઈઝર અને ચા નાસ્તાની દુકાન શરૂ કરીને બેસી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...