તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:ITનો 9 હજાર કરોડ અને કસ્ટમનો 6 હજાર કરોડનો ટેક્સ વસૂલવા ટાર્ગેટ

સુરત7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એક વર્ષથી સુરતમાં સરવેની કામગીરી લગભગ ઠપ્પ થઇ છે
  • પાંચ મહિનામાં જીએસટીએ 2500 કરોડનું કલેક્શન કર્યું

કોરોના મહામારીમાં ઉદ્યોગ-ધંધાને અસર પડી છે ત્યાં સુરતમાંથી અંદાજે 18 હજાર કરોડનો ટેક્સ ઉઘરાવવાનો તખ્તો ગોઠવાયો છે. ઉપરાંત કસ્ટમ ડ્યુટીના 6 હજાર કરોડ તેમાં જોડીએ તો સુરતથી જ બે પ્રકારના ટેક્સ રૂપે 24 હજાર કરોડ સરકાર ઉસેટી લેશે. સી.એ. બિરજુ શાહ અને પ્રજ્ઞેશ જગાશેઠે કહ્યું, સુરતમાં 20 ટકા ગ્રોથ સાથે ટાર્ગેટ વધતા હોય છે. અધિકારી સૂત્રોએ કહ્યંુ,જો હીરા બુર્સ શરૂ થઈ જશે તો 9 હજાર કરોડનો ટાર્ગેટ એચિવ થઈ જશે.

આઇટીમાં દરોડા, સરવે ઠપ્પ છતાં ટાર્ગેટ વધ્યો
કોરોનાના અસરના લીધે છેલ્લાં એક વર્ષથી આઇટીમાં દરોડા અને સરવેની કામગીરી લગભગ ઠપ્પ થઈ ગઈ છે. કોરોનાના પહેલા રાઉન્ડ બાદની છૂટછાટમાં ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા બે મોટા સર્ચ ઓપરેશન કરાયા હતા. જેમાં હજી પણ પેપર વર્ક ચાલી રહ્યું છે. ગત વર્ષે આઇટીનો ટાર્ગેટ રૂપિયા 7450 કરોડ હતો જેની સામે 7550 કરોડની વસુલાત કરવામાં આવી હતી.

જીએસટીમાં 5 મહિનામાં 2500 કરોડનું કલેકશન
જીએસટીની વાત કરીએ તો એસજીએસટી, સીજીએસટી મળીને જાન્યુઆરીથી મે સુધીમાં 2500 કરોડનું કલેક્શન તો માત્ર સુરતથી જ થયું છે.

સર્વર ઠપ્પ, 12 લાખમાં એકેય રિટર્ન નહીં ભરાયું
આજથી આઇટીના નવી રિટર્ન પધ્ધતિની શરૂઆત થનાર હતી. પરંતુ સી.એ. વિરેશ રૂદલાલ કહે છે કે આખો દિવસ સિસ્ટમ ઠપ્પ હતી, એેકેય રિટર્ન ભરાયુ ન હતુ.

અન્ય સમાચારો પણ છે...