સુરત / ઓડિશા જતાં શ્રમિકો પાસેથી 710ની ટિકિટના 900થી 2000 રૂપિયા વસૂલાયા,કાર્યવાહીની માંગ

ઓડિશા જતા શ્રમિકો પાસેથી ટ્રેન ટીકિટના કાળાબજાર થતાં હોવાના આક્ષેપ કરવામાં આવ્યાં હતાં.
X

  • સુરત છોડીને વતન જતાં શ્રમિકો સાથે કાળાબજારી
  • ટિકિટના મન ફાવે તેવા ભાવ વસૂલાયા-કોંગી કાઉન્સિલર

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 01:46 PM IST

સુરત. કોરોના વાઈરસના કારણે લોકડાઉનમાં ઉદ્યોગ ધંધા બંધ થતાં શ્રમિકો વતન જવા હિજરત કરી રહ્યાં છે. ત્યારે ઓડિશાના ગંજામ જતી ટ્રેનમાં મુસાફરો પાસેથી ટીકિટના 710 રૂપિયાની જગ્યાએ 900થી લઈને 2000 અને 2500 રૂપિયા લેવામાં આવ્યાં હોવાનું શ્રમિકોએ જણાવ્યું છે. શ્રમિકોએ કહ્યું કે, કામ ધંધા છે નહી અને મકાનો ખાલી થઈ ગયા હોવાથી અમારે ના છૂટકે વતન જવું પડે છે. કોંગ્રેસના કાઉન્સિલરે કહ્યું કે, લોકોની મજબૂરીનો લાભ લેવાનું લોકો ચૂક્યા નથી. આવા સમયે પણ તેમની પાસેથી ટીકિટના કાળાબજાર કરવામાં આવી રહ્યાં છે.

કાર્યવાહી કરવાની માંગ કરાઈ

સુરતથી ઓડિશાના ગંજામ જતી ટ્રેનમાં હીરા બાગ પીક અપ પોઈન્ટ પરથી સિટી બસમાં શ્રમિકોને રેલવે સ્ટેશન લઈ જવામાં આવ્યાં હતાં. આ સમયે કોંગ્રેસના કાઉન્સિલર ભાવેશ રબારીએ શ્રમિકો સાથે વાત કરી હતી. શ્રમિકોએ કહ્યું કે, અમે 710ની ટીકિટના 900થી લઈને 2000 અને 2500 રૂપિયા ચુકવ્યાં છે. મહામારી ના સમયે મજબૂર શ્રમિકોની લાચારીનો ફાયદો ઉઠાવવા નીકળેલા કાળા બજારીયા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની મારી માંગણી કોંગ્રેસના કાઉન્સિલરે વધુમાં કરી હતી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી