મુંબઈમાં 4થી 8 ઓગસ્ટ સુધી યોજાનાર આઈઆઈજેસ જ્વેલરી શોમાં સુરતના 90 જ્વેલરી અને ડાયમંડ મેન્યુફેક્ચરર્સ ભાગ લઈ ડાયમંડ જ્વેલરી પ્રદર્શનમાં મુકશે. સુરતના જ્વેલરી અને ડાયમંડ મેન્યુફેક્ચરર્સને પ્લેટફોર્મ મળે તે માટે જીજેઈપીસી (જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ) દર વર્ષે IIJS (ઈન્ડિયા ઈન્ટરનેશનલ જ્વેલરી શો)નું આયોજન કરે છે. આ વર્ષે મુંબઈના ગોરેગાવમાં એક્ઝિબીશન સેન્ટરમાં યોજાશે.
જેમાં દેશના 1800 જ્વેલરી મેન્યુફેક્ચરર્સ ભાગ લેશે. આ શો માટે એક્ઝિબીટર્સનું વેઈટિંગ લિસ્ટ ચાલે છે. આ વર્ષે ગુજરાતના જ્વેલરી અને ડાયમંડ મેન્યુફેક્ચરર્સ મળી 215 વેપારીઓએ ભાગ લીધો છે. જેમાંથી સુરતના 90 છે. જેમાં અમદાવાદના જ્વેલર્સ એન્ટિક, કુંદન જડાવ દાગીના, રાજકોટના વેપારીઓ પ્લેન ગોલ્ડ, ઈટાલિયન અને ઈન્ડો ઈટાલિયન જ્વેલરી ડિસપ્લે કરશે.
સ્ટોલ માટે વેઈટિંગ
‘જીજેઈપીસી દ્વારા યોજાનાર આઈઆઈજેએસ એશિયાનો સૌથી મોટો જ્વેલરી શો છે, જેમાં સમગ્ર દેશમાંથી જ્વેલરી મેન્યુફેક્ચરર્સ ભાગ લે છે. સ્ટોલ માટે વેઈટિંગ ચાલે છે.’ > દિનેશ નાવડિયા, જીજેઈપીસીના ચેરમેન
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.