તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:જિ.પંચાયતમાં 34 બેઠકો પર 90 ઉમેદવારો, 2 બિનહરિફ, તાલુકા પંચાયતની ચૂંટણીમાં 427 ઉમેદવાર

સુરત11 દિવસ પહેલા
 • કૉપી લિંક

સુરત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 36 બેઠકો પૈકી બે બેઠકો પર ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ છે. હવે 34 બેઠકો પર 90 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે. તાલુકા પંચાયતની ચૂંટણીમાં ફોર્મ ખેંચવાના આખરી દિને 23 ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી હતી. હવે 427 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જેમાં ભાજપના ઉમેદવારો 176 બેઠકો પર તથા કોંગ્રેસના ઉમેદવારો 169 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે આપના 48 તથા અપક્ષો 56 ઉમેદવારો પણ ચૂંટણીજંગમાં છે.

ભાજપા દ્વારા આજે 8 વોર્ડમાં બાઇક રેલી, બે સભાનું આયોજન કરાશે
ભાજપા દ્વારા આજે વોર્ડ નંબર 3,4,5,14,15,16,17,18 સરથાણા, વરાછા, વલ્લભાચાર્ય રોડ, એ.કે.રોડ, મીની બજાર, એલ.એચ.રોડ, રેણુકા ભવન સર્કલ, કોરગીલ-યોગી ચોક, પુણાગામ, લિંબાયત ઝોન ઓફિસ, પરવટ ગામમાં બાઇક રેલીનું આયોજન કર્યું છે. તમામ વિસ્તારોમાં સવારે 8 કલાકેથી લઈ બપોરે 1 કલાક સુધી 5 કલાક વાહન રેલી યોજી છે. રેલી શ્યામધામ મંદિર પાસેથી શરૂ થઇ પરવટ પાટિયા ખાતે પુરી થશે. ભાજપા દ્વારા આજે બે સભાનું આયોજન કરાયુ છે, પ્રથમ સભા પરવટ પાટિયા માધવબાગ ગેટ પાસે સાંજે 7 કલાકે અને બીજી ભાગળ કોટ્સફીલ રોડ પર રાત્રે 8 કલાકે યોજવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો