સુરત:ચાલુ ફરજે બર્થ ડે ઉજવતા 9 TRBને છૂટા કરાયા, ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ

સુરત2 વર્ષ પહેલા
પુણા સીતાનગર બ્રીજ નીચે ઉજવણી કરી હતી
  • વીડિયોને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીએ તાત્કાલિક મહિલા સહિત 9 TRB જવાનોને છુટા કરી દીધા

પુણા સીતાનગર પાસે સોમવારે બપોરે ચાલુ ડ્યૂટી દરમિયાન TRB જવાનોએ કેક કાપી જન્મદિવસની ઉજવણી કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. આ વીડિયોને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીએ તાત્કાલિક 9 TRB જવાનોને છૂટા કરી દીધા હતા. જેમાં એક મહિલા TRB પણ સામેલ છે અને તેનો જન્મદિવસ ઉજવવા પુણા સીતાનગર બ્રીજ નીચે ભેગા થયા હતા. TRBના 9 જવાનો ચાલુ ડ્યૂટીએ કેક કાપી ઉજવણી કરતા હતા. આ તમામને નોકરીમાં છૂટા કરી દીધા હોવાની વાત પોલીસ અધિકારીએ જણાવી છે.