તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બિઝનેસ:સુરતના 9 ઉદ્યોગપતિઓ વેપારની તકો શોધવા માટે ત્રિપુરાના પ્રવાસે

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચેમ્બરની આગેવાની અને કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયાના માર્ગદર્શનમાં રોકાણની તકો,ધંધાના વિકાસનો અભ્યાસ કરાશે

ત્રિપુરામાં નવું રોકાણ આવવાથી ઉદ્યોગ – ધંધાઓનું ચિત્ર બદલાઇ રહ્યું છે. વોલ્યુમની દૃષ્ટિએ ત્રિપુરામાંથી નિકાસમાં પાંચ ગણો વધારો થયો છે. ખાસ કરીને ત્રિપુરામાં એગ્રિકલ્ચર, ફાર્માસ્યુટિકલ અને પ્રોસેસિંગ ફૂડ સંબંધિત ઉદ્યોગ ઘણો વિકાસ પામ્યો છે. જેથી સુરતના ઉદ્યોગકારો પણ વેપારની નવી તકો શોધવા ચેમ્બર ઓફ કોમર્સની આગેવાનીમાં કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાના માર્ગદર્શન હેઠળ ત્રિપુરા ગયા છે. આ ડેલિગેશન 4 દિવસના પ્રવાસ દરમિયાન ત્રિપુરામાં રોકાણની નવી તકો શોધવાની સાથે-સાથે ધંધાના વિકાસનો અભ્યાસ પણ કરશે.

ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, ભારત સરકારના હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર તથા કેમિકલ ફર્ટિલાઇઝર્સ વિભાગના કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયા અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી જ્યારે ત્રિપુરાની મુલાકાતે ગયા હતા ત્યારે તેઓએ ત્યાં એગ્રિકલ્ચર, ફાર્માસ્યુટિકલ અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગમાં થયેલું પરિવર્તન જોયું હતું. આથી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારોને ત્રિપુરામાં થયેલા ઉદ્યોગ–ધંધાના ડેવલપમેન્ટનો અભ્યાસ કરવા માર્ગદર્શન આપ્યું હતું.

આ બાબતને ધ્યાને લઇને ચેમ્બરનું 9 ઉદ્યોગકારોનું ડેલીગેશન ત્રિપુરાના પ્રવાસે રવાના થયું છે. ડેલિગેશનમાં ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી, કાપડ ઉદ્યોગ, ફાર્માસ્યુટીકલ ઇન્ડસ્ટ્રી, બાંધકામ ઉદ્યોગ સાથે જોડાયેલા ઉદ્યોગકારો ગયા છે.

અન્ય સમાચારો પણ છે...