સુરત:સચિન નજીક ઉંબેર ગામમાં ખાડી પાસે આવેલા જિંગાના તળાવમાં 4 દિવસથી ફસાયેલા 9નું રેસ્ક્યુ કરાયું

સુરત2 વર્ષ પહેલા
બોટ દ્વારા ફસાયેલાને રેસ્ક્યુ કરવામાં આવ્યા
  • સુરત શહેર સહિત જિલ્લામાં વરસાદનું જોર ઘટ્યું
  • નદીઓ બે કાંઠે વહેતા લોકો હજુ પણ પાણીમાં

શહેર સાથે જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી ધોધમાર વરસાદના પગલે નદીઓ બે કાંઠે વહી રહી છે. આજથી વરસાદનું જોર ઘટ્યું છે. જોકે, નદી કાંઠાના વિસ્તારોમાં પાણી ફરી વળેલા છે. જ્યારે આ સાથે સુરત જિલ્લાની ખાડીઓ પણ ઓવરફ્લો થતા પાણીનો ભરાવો થઈ ગયો છે. દરમિયાન આજે સચિન નજીક ઉંબેર ગામમાં ખાડી પાસે આવેલા જિંગાના તળાવમાં 4 દિવસથી ફસાયેલા 9 લોકોનું સુરત ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

જિંગા તળાવમાં મજૂરો ફસાઈ ગયા હતા
જિંગા તળાવમાં મજૂરો ફસાઈ ગયા હતા

બોટ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા
સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગને સ્ટેન્ડિંગ ચેરમેનેએ જણાવ્યું હતું કે ગભેણી ગામ ચોકડી આગળ જતા સચિન પાસે ઉંબેર ગામમાં ખાડી પાસે આવેલા જિંગાના તળાવમાં 4 દિવસથી 9 માણસો ફસાયેલા છે. તે મુજબનો કંટ્રોલરૂમને કોલ મળતા અડાજણ ફાયર સ્ટેશનના અધિકારી, કર્મચારીઓ રેસ્ક્યુ બોટ સહિત રવાના થયેલ અને રેસ્કયુ કરી સહી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

નદી અને ખાડી કાંઠાના વિસ્તારમાં પાણી ભરાયા છે
નદી અને ખાડી કાંઠાના વિસ્તારમાં પાણી ભરાયા છે

15થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું
સુરત ફાયર વિભાગને ઉંબેર ગામે રેક્સ્યુ કર્યા બાદ ડાંગી ઉભરાટ રોડ પાસે મરોલીથી આગળ નરોદ ગામમાં બીજા ચાર માણસો ફસાયેલા હોવાની જાણકારી મળી હતી. જેથી રેસ્ક્યુ ટીમ સાથે બોટ લઈને જઈ તેમનું પણ રેસ્ક્યુ કર્યું હતું. સુરત ફાયર વિભાગે આજે અત્યાર સુધીમાં 15થી વધુનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે.