ટેક્સટાઈલ માર્કેટની સ્થિતિ કથળી રહી છે. 1 જ મહિનામાં શહેરમાં 9 પ્રોસેસિંગ મિલો બંધ થઈ ગઈ છે અને અન્ય 9 મિલોએ ઉત્પાદન બંધ કરી રહ્યાંની જાણ પાંડેસરા એસોને કરી છે. 9 મિલોમાં પાંડેસરાની 3, સચિનની 3 અને પલસાણાની 3 મિલો છે.
હાલ ટેક્સટાઈલ માર્કેટમાં ડિમાન્ડ નથી, યાર્નના ભાવમાં સતત વધારો થઈ રહ્યો અને રો-મટીરીયલ્સના ભાવમાં સતત વધારો થવાને કારણે મિલોને નુકસાન થઈ રહ્યું છે. જેથી મિલો બંધ થઈ રહી છે.
કેમિકલના ભાવમાં અઢી ગણો વધારો થયો
કોલસાનો ભાવ તો ડબલ થઈ ગયો છે પરંતુ પ્રોસેસિંગમાં ઉપયોગમાં લેવામાં આવતા તમામ પ્રકારના કેમિકલના ભાવમાં અઢી ગણો વધારો થઈ રહ્યો છે. જેથી મિલો બંધ થવાની નોબત આવી રહી છે. 40 ટકા ક્ષમતા સાથે જ મિલો ચાલી રહી છે માર્કેટમાં ડિમાન્ડ ન હોવાને કારણે મિલોને કામ મળી રહ્યું નથી. જેથી 40 ટકા કેપિસિટી સાથે જ મિલો ચાલી રહી છે. મિલો અઠવાડિયામાં 3 દિવસની રજા રાખવામાં આવી રહી છે.
તમામ મટીરીયલ્સના ભાવમાં વધારો
‘મોંઘવારીમાં વધારો થયો છે, બીજી તરફ પ્રોસેસિંગમાં ઉપયોગમાં લેવામાં આવતા મટીરીયલ્સના ભાવમાં પણ સખત વધારો થયો છે જેના કારણે મિલ માલિકોની સ્થિતિ ખરાબ થઈ રહી છે. જેથી મિલો બંધ થઈ રહી છે. પાંડેસરાની એક મિલે તો મશીનરી પણ વેચી નાંખી છે.’ - જીતેન્દ્ર વખારિયા, સાઉથ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસર્સ એસોસિએશનના પ્રમુખ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.