સુરત ક્રાઈમ ન્યુઝ:રાંદેરમાં સસ્તામાં સોનાના સિક્કા આપવાનું કહી ભેજાબાજ 9 લાખ પડાવી ગયો, બોગસ વકીલને હાઇકોર્ટે 25 હજાનો દંડ કર્યો

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાંદેર પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર. - Divya Bhaskar
રાંદેર પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર.

સુરતના અડાજણના ક્રિષ્ના કોમ્પ્લેક્ષમાં મીરાકલ લેડીસ કોર્નર નામની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં ઠગાઈ કરવામાં આવી હતી .ગઠિયાએ માતાની સારવાર માટે મુઘલ સમયના સોનાના સિક્કા સસ્તામાં વેચવાના નામે સોનાનું પાણી ચઢાવેલા સિક્કા પધરાવી રૂ. 9 લાખ પડાવી રફુચક્કર થઇ જતા રાંદેર પોલીસ દોડતી થઇ ગઇ છે. બીજી તરફ વગર ડિગ્રી વકીલ હોવાનું કઈ રોગ જમાવતા બોગસ વકીલને ગુજરાત હાઇકોર્ટે 25 હજારનો દંડ ફટકાર્યો છે.

426 સિક્કા ખરીદ્યા હતા
અડાજણના ગુજરાત ગેસ સર્કલ સ્થિત ક્રિષ્ના કોમ્પ્લેક્ષમાં મીરાકલ લેડીસ કોર્નર નામની દુકાનમાં ગત 18 ઓગસ્ટે ગ્રાહકના સ્વાંગમાં ગઠીયો આવ્યો હતો. ગઠિયાએ દુકાનદાર નરપતસિંહ પ્રેમસિંહ રાજપુરોહિત (ઉ.વ. 42 રહે. સત્યમ એપાર્ટમેન્ટ, હેતલનગર, અડાજણ ઝોન ઓફિસ પાસે) ને પોતાની ઓળખ શંકર પ્રજાપતિ અને મધ્યપ્રદેશનો રહેવાસી તથા મેટ્રો પ્રોજેક્ટમાં કામ કરતો હોવાનું કહ્યું હતું. જયારે પોતાની સાથે આવનાર માતા અને મામા છે, પોતે સુરતમાં નવો છે અને બિમાર માતાની સારવાર માટે પૈસાની જરૂર છે, મારી પાસે મુઘલ સમયના સોનાના 426 સિક્કા છે, આ સિક્કા વેચવાના છે એમ કહી એક સેમ્પલ તરીકે આપી પોતાનો મોબાઇલ નંબર આપ્યો હતો. નરપતસિંહે સોની પાસે સિક્કો ચેક કરાવતા તે સાચો અને તેની કિંમત રૂ. 7 થી 8 હજાર હોવાનું કહ્યું હતું. પુત્રીના લગ્ન માટે નરપતે સોનું ખરીદવાનું હોવાથી લાલચમાં આવી રૂ. 30 લાખના સિક્કા રૂ. 10 લાખમાં ખરીદવાનું નક્કી કરી પુત્રીના લગ્ન માટેના રૂ. 4.50 લાખ અને સંબંધી પાસેથી ઉછીના રૂ. 4.50 લાખ મળી કુલ રૂ. 9 લાખ એક્ઠા કરી શંકરને ચુકવ્યા હતા અને સોનાના 426 નંગ સિક્કા ખરીદયા હતા. બે દિવસ બાદ સિક્કા સોની પાસે ચેક કરાવતા તમામ સિક્કા ખોટો હોવાનું જણાવ્યું હતું.

ખોટી ઓળખ અપાતી હતી
​​​​​​​
ગુજરાત હાઇકોર્ટમાં એક પિટિશન દાખલ કરાઈ હતી. જેમાં શકીલ અહેમદ ઝકરિયા શેખ પાસે વકાલતની ડીગ્રી અથવા સનતની ડીગ્રી નહિ હોવા છતાં સામાન્ય લોકોને ધાક ધમકી આપી વકીલના નામે રૂપિયા પડાવતા હોવાની ફરિયાદ કરાઈ હતી. જેમાં ગુજરાત હાઈકોર્ટે ગંભીર નોંધ લેતા શકીલ અહેમદ ઝકરિયા શેખ ઉપર 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ગુજરાત હાઈકોર્ટે ફટકાર લગાવી હતી.હાઇકોર્ટના ફટકાર બાદ સુરત જિલ્લા વકીલ મંડળના પ્રમુખ રમેશ કોરાટ માહિતી આપતા જણાવ્યું હતું કે, 28 એપ્રિલ 2022ના રોજ બાર કાઉન્સિલ તરફથી આ ઠરાવ પાસ થયું છે. જેમાં જે કોઈ વ્યક્તિ એડવોકેટનું નામ લીગલ એડવાઇઝરનું નામનો દુરુપયોગ કરશે તો તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.જેમાં 6 માસ સુધીની સજાની પણ જોગવાઈ છે.ભૂતકાળમાં સુરત શહેરમાં બે અલગ અલગ આવા કિસ્સા બની ચુક્યા છે.જ્યારે ગુજરાત હાઈકોર્ટે શકીલ અહેમદ ઝકરિયા શેખ વિરુદ્ધ જે જજમેન્ટ આપ્યું છે. તેને અમે આવકારીએ છે અને જો આવા લોકો સુરતની જનતાને વકીલના નામે ધાક ધમકી આપી હેરાન પરેશાન કરે અથવા તો રૂપિયા પડાવવાની કોશિશ કરે તો સુરત જિલ્લા વકીલ મંડળની નિઃશુલ્ક મદદ લઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...