ગુનો:કેનેરા બેંકના વધુ એક ATMમાંથી 9 લાખ ઉપડી ગયા

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અડાજણ હનીપાર્ક ચાર રસ્તા પાસે પંચવટી કોમ્પલેક્સમાં કેનેરા બેન્કની શાખા બાજુમાં બેંકનું એટીએમમાં 11-9-20થી 11-10-20 દરમિયાન ટ્રાન્જેક્શન મશીન સ્વીચ ઓન ઓફ કરી ભેજાબાજે નેટવર્ક અને પ્રોગ્રામને નુકસાન પહોંચાડી રૂ.10,000ના 91 અને રૂ.8,000ના 5 ટ્રાન્જેક્શન કરી કુલ રૂ.9.50 લાખ ઉપાડયા હતા. બનાવ અંગે બેન્કના મેનેજર અરુણ યાદવે અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ ભેજાબાજે મજુરાગેટ, ઇચ્છાપોરમાં કેનેરા બેંક ATMમાંથી 11.40 લાખ ઉપાડી લઇ છેતરપિંડી કર્યાનો ગુનો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...