લેહ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર જોજીલા પાસિંગ નજીક મંગળવારે મોડી રાત્રિના સમયે એક ગાડી ઊંડી ખીણમાં પડી જવાને કારણે કુલ 9 લોકોનાં મોત થયાં હતાં. આ દુર્ઘટનામાં સુરતના એક 36 વર્ષીય યુવકનું પણ મૃત્યુ થયું છે. મૃતક અંકિતનાં બે બાળકો પણ છે. તેમના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.
ભાઈ-પિતા દિલ્હી જવા રવાના
લેહ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર જોજીલા પાસિંગ નજીક મંગળવારે મોડી રાત્રિના સમયે એક ગાડી ઊંડી ખીણમાં પડી જવાને કારણે કુલ 9 લોકોનાં મોત થયાં હતાં. આ દુર્ઘટનામાં સુરતના 36 વર્ષીય યુવકનું પણ મૃત્યુ થયું છે. મૃતક અંકિત સંઘવી ટૂર-સંચાલક છે અને તેના પરિવારમાં પત્ની અને બે બાળકો, માતા-પિતા અને એક બહેન, ભાઈ છે. શ્રીનગર પોલીસે અકસ્માત બાદ અંકિતના ફોનમાં છેલ્લે ડાયલ કરવામાં આવેલો નંબર જોડીને તેના પરિવારને આ દુઃખદ ઘટનાની જાણકારી આપી હતી. ત્યાર બાદ અંકિતના ભાઈ અને પિતા દિલ્હી જવા માટે રવાના થયા છે. કારગિલથી સોનમર્ગ તરફ જઈ રહેલું વાહન 1,200 ફૂટ ઊડી ખીણમાં ધસી પડવાને કારણે ચાલક સહિત 9 લોકોનાં મોત થયાં છે, જ્યારે એક 20 વર્ષીય યુવકને ઈજાઓ પહોંચી છે.
પરિવાર શોકમાં ગરક
મૃતકો પૈકીના 2 લોકો જમ્મુ-કાશ્મીરના છે, જ્યારે બાકીના સૌ અન્ય રાજ્યના પર્યટકો હતા. અકસ્માત બાદ પોલીસ, સેના અને બીઆરઓના બચાવકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને 7 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યાર બાદ બુધવારે સવારે વધુ 2 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. અંકિતને સંતાનમાં બે બાળકો છે. અંકિત સંઘવી ટૂર-સંચાલક હોવાને કારણે જમ્મુ-કાશ્મીર તેમજ અન્ય રાજ્યોમાં જતો હતો. એકાએક બનેલી ઘટનાથી સંઘવી પરિવાર પર વજ્રઘાત પડ્યો હોય એમ આખું પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.