તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિટ એન્ડ રન કેસ:9 ગાર્ડ-58 CCTV છતાં સાડા ત્રણ વર્ષના માસૂમને કચડનાર ચાલક હજુ પકડાતો નથી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક સેવર જૈન - Divya Bhaskar
મૃતક સેવર જૈન
  • સિટીલાઇટની સુર્યપ્રકાશ રેસિડેન્સીના હિટ એન્ડ રન કેસમાં 8 દિવસે પણ કાર્યવાહી નહીં
  • ઓટોમેટિક ટ્રેકિંગથી ચાલકની ભાળ મળવાની શક્યતા, પોલીસે 2 DVR કબજે લીધાં

આઠ દિવસ પહેલાં સિટીલાઇટની સુર્યપ્રકાશ રેસિડેન્સી કેમ્પસમાં રમી રહેલાં સાડા ત્રણ વર્ષના માસુમ સેવર જૈનને કચડી નાખી હિટ એન્ડ રનની ઘટનાને અંજામ આપનાર અજાણ્યો કાર ચાલક હજુ સુધી પોલીસને મળતો નથી.

નવાઇની વાત એ છે બિલ્ડિંગ કેમ્પસમાં 9 સિક્યુરિટી ગાર્ડ અને 58 કેમેરા હોવા છતાં કાર અને તેના ચાલક અંગેની ઉમરા પોલીસને હજુ ભાળ મળતી નથી. જેવી રીતે પોલીસે જુની સિવિલ ની દિવાલ પર વિવાદિત ટીપ્પણી લખનારને શોધી કાઢ્યો હતો પરંતુ આ ઘટનામાં કેમ્પસમાંથી કાર ચાલકને શોધી શકાયો નથી. કારના ચાલકને શોધવા એન્ટ્રી ગેટ પરના કેમેરા અને ઓટોમેટીક ટ્રેકિંગની તપાસ કરે તો કારના ચાલકની ભાળ મળી શકે છે. આ મામલે ઉમરા પીઆઇ કે.આઇ.મોદીએ જણાવ્યું હતું કે કેમેરા ચાલતા ન હોવાના કારણે અમે ડીવીઆઇ કબજે લીધું છે. ડીવીઆર ચાલુ છેકે નહીં તેની તપાસ કરાવીશું.

કાર કેમ્પસમાં રહેતા વ્યક્તિની હોવાની શંકા
મારા માસુમને કચડનાર કાર કેમ્પસમાં રહેતા કોઈ વ્યકિતની હોવાની આશંકા છે. તેને બચાવવા ગાર્ડ કંઈ બોલવા તૈયાર નથી. રેસીડન્સીના 4 ટાવરોમાં-4, પાર્કિગમાં-1, એન્ટ્રી ગેટ-3 અને એક્ઝિટ ગેટ-1 ગાર્ડ હોવા છતાં એકપણ ગાર્ડને અક્સ્માતની ખબર પડી ન હોય આ વાત માનવામાં આવતી નથી. > સંદીપ જૈન, મૃતકના પિતા

અન્ય સમાચારો પણ છે...