તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:અણુવિદ્યુત મથકનાં ગોડાઉનમાં 9 નંગ ડ્રમ વાયરની ચોરી થઈ

માંડવી7 દિવસ પહેલા
  • કૉપી લિંક

માંડવી તાલુકાનાં મોટીચેર ગામ ખાતે આવેલા અણુવિદ્યુત મથકનાં ગેટ નંબર 3 અને 4 ની અંદર આવેલ ગોડાઉનમાંથી 9 નંગ ડ્રમ વાયર થઈ 4500 મીટર વાયરની અજાણ્યા ચોર ઈસમ દ્વારા ચોરી કરાતા માંડવી પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ નોંધાવાય છે.

મોટીચેર ખાતે આવેલા અણુવિદ્યુત માથાકનાં ગેટ નંબર 3 અને 4ની અંદર આવેલા સ્ટરલીંગ એન્ડ વ્હીલ્સન કંપનીની ઓફિસની સામે કંપનીનો સામાન મૂકવા માટેનાં ગોડાઉનમાં પ્રોજેક્ટ એન્જિનિયર તપાસ માટે ગયા હતા. ત્યારે ત્યાં તેઓને મુકવામાં આવેલ કેબલના ડ્રમ પૈકી 9 નંગ કેબલ ડ્રમ ઓછા જોવા મળતા સમગ્ર પ્લાન્ટમાં તેની તપાસ કરતા તે ક્યાંય ન મળતા ચોર ઈસમ દ્વારા વાયર ડ્રમ નંગ - 9 જેની લંબાઈ કુલ 4500 મીટર થઈ કુલ રૂ. 2,55,000ની મત્તા ચોરી થઈ હોવાનું જણાતા માંડવી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવાઈ હતી. માંડવી પોલીસ દ્વારા અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરાય હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser