તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:જિલ્લા પંચાયત સામાન્ય સભામાં 9 સમિતિઓની રચના કરવામાં આવી

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 18 કિમીના રસ્તાને સ્ટેટ હાઇવેમાં સમાવવા દરખાસ્ત

સુરત જિલ્લા પંચાયતની મંગળવારે મળેલી સામાન્ય સભામાં વિવિધ નવ સમિતિની રચના કરવામાં આવી હતી. પ્રમુખ સ્થાનેથી ચોમાસા દરમિયાન વન વિભાગ સાથે સંકલન કરીને વૃક્ષારોપણ કરવા અને વેક્સિનેશનની કામગીરી ઝડપી બનાવવા માટે સભ્યોને સૂચના અપાઇ હતી.

કોરોનાના કારણે સુરત જિલ્લા પંચાયતની ત્રણ માસના સમયગાળા બાદ પ્રમુખ ભાવેશ પટેલના અધ્યક્ષસ્થાને મંગળવારે સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. જેમાં જિલ્લા પંચાયતની વિવિધ નવ સમિતિની રચના કરવામાં આવી હતી. આ ઉપરાંત 15 કામોને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. તમામ નવ સમિતિઓની રચના કરાઈ છે અને આગામી 22મી જૂનના રોજ વિવિધ અધ્યક્ષો ની નિમણૂક કરવામાં આવશે. આ ઉપરાંત શાસકોએ પુના, ઉન, કોસાડી, ખંજરોલી,પીપરિયા સુધીનો 18 કિમી માર્ગ કે જેમાં 10 કિમી સ્ટેટ હાઇવેમાં સમાવેશ થાય છે.

બાકીનો 8 કિમીનો માર્ગ જિલ્લા પંચાયતના હસ્તકનો છે.જે સમગ્ર 18 કિમી.ના માર્ગને સ્ટેટ હાઇવે માં સમાવેશ કરવા માટે દરખાસ્ત કરી ને રાજ્ય સરકારને મોકલી આપી છે. આગામી દિવસોમાં ચોમાસુ શરૂ થઇ રહ્યું છે. ત્યારે જિલ્લામાં સામાજિક વનિકરણના ભાગરૂપે વનવિભાગ સાથે સંકલન કરીને વૃક્ષારોપણના કાર્યક્રમો યોજવા. જળસંચયની કામગીરીમાં વધુ વેગ આપવા તમામ સદસ્યોને સહકાર આપવા, યોગાના કાર્યક્રમનું આયોજન કરવા સૂચન કર્યું હતું. ઉપરાંત જિલ્લામાં મંથર ગતિએ ચાલતી વેક્સિનેશનની વેગ આપવા માટે પોતાના વિસ્તારમાં વેક્સિનેશન અંગે જાગૃતિ લાવવા, ઉપરાંત તમામ સદસ્યોને તાલુકામાં પ્રવાસ કરીને જિલ્લાના વિકાસની કામગીરી કરવા અને સ્મસ્યા અંગે જાણ કરવા પ્રમુખ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...